કેપટાઉન, તા.4: દ. આફ્રિકા અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારો પહેલો વન ડે મેચ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ગૃહ ટીમ દક્ષિણ આફ્રિકાનો એક ખેલાડી કોવિડ-19ના રિપોર્ટમાં પોઝિટીવ આવતા અને તે બીજા સાથી ખેલાડીઓના સતત સંપર્કમાં હોવાથી આ મેચ સ્થગિત કરવામાં આવ્યો છે. પહેલા મેચ અગાઉના લાસ્ટ રાઉન્ડમાં આ દક્ષિણ આફ્રિકી ખેલાડી કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. તેનું નામ સામે આવ્યું નથી. આ મેચ આજે તા. 4 ડિસેમ્બરે રમાવાનો હતો. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં દ. આફ્રિકાના 3-0થી સૂપડા સાફ કર્યાં હતા.
કોરોના ઇફેક્ટ: આફ્રિકા-ઇંગ્લેન્ડ વચ્ચેનો પહેલો વન ડે મેચ સ્થગિત
