ભારતે કોરોના રસીના 160 કરોડ ડોઝ બૂક કરી લીધા!

ભારતે કોરોના રસીના 160 કરોડ ડોઝ બૂક કરી લીધા!
વેક્સિનના ડોઝ બાકિંગમાં ભારત ટોપ પર: 80 કરોડ લોકોને ચાલે એટલા ડોઝના ઓર્ડર
નવી દિલ્હી, તા.4: કોરોનાની રસીના કન્ફર્મ ડોઝ બાકિંગના મામલે ભારત દુનિયામાં પહેલા નંબર પર છે. અત્યાર સુધીમાં તે 1.6 બિલિયન એટલે કે 160 કરોડ વેક્સિનના ડોઝના ઓર્ડર આપી દીધા છે એટલે કે 80 કરોડ લોકો માટે પૂરતા ડોઝનું બાકિંગ થઈ ગયું છે.
ડયુક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સિન માટેના ઓર્ડર પર નજર રાખી રહી છે. 30 નવેમ્બર સુધીનો યુનિવર્સિટી પાસે ડેટા છે જેમાં ભારતે સૌથી વધારે ડોઝ યુરોપિયન યુનિયનએ બૂક કરી રાખ્યા છે, જ્યારે અમેરિકા ત્રીજા નંબર પર છે. ઈયુને 1.58 બિલિયન ડોઝ મળશે અને અમેરિકાને 100 કરોડથી વધારે. શરત એટલી છે કે વેક્સિન ટ્રાયલમાં સફળ સાબિત થાય અને તેના ઉપયોગની મંજૂરી મળે. ઓક્સફોર્ડ એસ્ટ્રોજેનની વેક્સિન લગભગ તમામે બૂક કરી રાખી છે. સૌથી વધારે 1.5 બિલિયન ડોઝ આ જ વેક્સિનના બૂક થયા છે. ભારત સિવાય અમેરિકાએ પણ તેના 500 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય નોવાવેક્સની વેક્સિનની 1.2 બિલિયન ડોઝ પણ બૂક થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને નવેમ્બરમાં કહ્યું હતું કે ભારતે જુલાઈ-ઓગસ્ટ 2021 સુધી 50 કરોડ ડોઝ મેળવવા માટે વેક્સિન નિર્માતાઓના સંપર્કમાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer