ચીની સેના દોરીસંચાર કરતી હોવાથી પગલું : કુલ 35 ચીની કંપની બંધ કરી
વોશિંગ્ટન, તા. 4 : અમેરિકાની સત્તા પરથી જતાં-જતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. ડ્રેગનને લોહીના આંસુએ રડાવે તેવા ઝટકામાં તેમણે ચીનની ચાર કંપનીને બ્લેકલિસ્ટ કરી નાખી છે. સુરક્ષાના કારણો આપતાં અમેરિકાએ ચીનની સૌથી મોટી પ્રોસેસર ચિપ નિર્માતા કંપની એસએમઆઇસી અને તેલની દિગ્ગજ કંપની સીએનઓઓસી સહિત ચાર ચાઇનીઝ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પ પ્રશાનનું કહેવું છે કે, અમેરિકામાં ચાલતી આ ચાર ચીની કંપનીઓનું સંચાલન સીધી કે પરોક્ષ રીતે ચીનની સેના કરે છે. આજની ચાર સહિત કુલ 35 ચીની કંપનીને અમેરિકા અત્યાર સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યું છે.
જતાં-જતાં ટ્રમ્પનો ચીનને વધુ એક ઝટકો : 4 કંપની પર રોક
