નવીદિલ્હી,તા.4: રાતોરાત કોઈ સાધારણ મધ્યમવર્ગીય માણસ કરોડપતિ બની જાય તો તે મોટેભાગે રકમનો ખર્ચ પોતાની સુખસુવિધાઓની પૂર્તિ માટે કરશે. જો કે એક શિક્ષણ એવો છે જેણે આવું નથી કર્યુ. શિક્ષણ રણજીતસિંહ ડિસલેને શિક્ષણને બહેતર બનાવવામાં ભૂમિકા બદલ ગ્લોબલ ટીચર પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાને આ પુરસ્કારનું એલાન થવા સાથે જ ઘોષણા કરી દીધી છે કે તે 10 લાખ ડોલર એટલે કે આશરે 7.38 કરોડ રૂયિપામાંથી અડધી રકમ ઉપવિજેતાઓ વચ્ચે વહેચી દેશે. આ પુરસ્કારની ઘોષણા એક ઓનલાઈન સમારોહમાં અભિનેતા સ્ટિફન ફ્રાઈ દ્વારા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાનાં પરિતેવાડીનાં પ્રાથમિક શિક્ષણ રણજીતને આ પુરસ્કારનું એલાન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર માટે રણજીત સાથે 12 હજાર જેટલા અન્ય શિક્ષકોએ પણ નામાંકન દાખલ કરેલું. 32 વર્ષીય ડિસલેનાં કહેવા અનુસાર આ મુશ્કેલ કાળમાં શિક્ષકો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે કે પ્રત્યેક બાળકને તેનો શિક્ષણનો જન્મસિદ્ધ અધિકાર મળી રહે. શિક્ષણ હમેશા બાટવા, વહેચવામાં વિશ્વાસ ધરાવે છે. એટલે જ તેણે પોતાનાં પુરસ્કારની અડધી રાશિ ટોચનાં 10 સ્થાનોમાં આવેલા શિક્ષકોમાં વહેચવાનો નિર્ણય લીધો છે. ડિસલેએ સુનિશ્ચિત કર્યુ હતું કે, છોકરીઓ શાળામાં આવી શકે અને બાળવિવાહ જેવા દૂષણનો ભોગ ન બને. આ સાથે જ તેણે છોકરીઓનાં સારા પરિણામો આવે તે માટે પણ વિશેષ પ્રયાસો કર્યા હતાં. આ ઉપરાંત તે 83 દેશોમાં વિજ્ઞાન ભણાવે છે અને એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પણ ચલાવે છે જેમાં શિક્ષકો જોડાઈ શકે. તેની આ ઉમદા સેવા બદલ તેને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડિસલેને મળેલા 10 લાખ પાઉન્ડમાંથી તે 40-40 હજાર પાઉન્ડ ઈટાલી, બ્રાઝિલ, વિયેતનામ, મલેશિયા, નાઈજીરિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, અમેરિકાનાં એ શિક્ષકોમાં વહેચશે જેમણે ટોચનાં 10માં સ્થાન બનાવ્યું છે.
શ્રેષ્ઠ પુરવાર થયા પછી ઉદારતાનો પાઠ ભણાવતો શિક્ષક
