શહેરમાં ભળેલા પાંચેય ગામના ‘િવકાસ’ માટે કવાયત

શહેરમાં ભળેલા પાંચેય ગામના ‘િવકાસ’ માટે કવાયત
- પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક સર્કલ નિર્માણ સહિતના આયોજન

રાજકોટ  તા. 28: ટૂંક સમય પૂર્વે રાજકોટ શહેરની હદમાં ભળેલા પાંચ ગામોમાં વિકાસને વેગ આપવા માટે હવે મ્યુનિ.તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. હાલ કોર્પોરેશનની ચૂંટણી પાછળ ઠેલાઈ છે ત્યારે ઉપરોક્ત ગામોમાં વિકાસ કામો હાથ ધરીને ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા માટેની રણનીતિ અત્યારથી ઘડવામાં આવી રહી છે.
કોર્પોરેશનના અધિકારી વર્તુળોના જણાવ્યાનુસાર શહેરની હદમાં ભળેલા મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વ2, માધાપ2 અને મનહ2પુ2-1 માટે વિકાસ કાર્યોનું આયોજન થઈ 2હયું છે. મનપાની હદમાં ભળ્યા બાદ હવે તમામ ‘પાવર’ રૂડાને બદલે તંત્ર પાસે આવી ગયાં છે ત્યારે તબક્કાવાર આ ગામોમાં પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટલાઈટ, રોડ-રસ્તા, ટ્રાફિક સર્કલ સહિતની પ્રાથમિક સુવિધા ઉભી કરવા માટે તંત્ર આગળ ધપી રહ્યું છે. ખાસ તો પાંચેય ગામોમાં નર્મદાનીર આપવા માટે પાયાગત સુવિધાઓ ઉભી કરવા માટેના પ્રોજેક્ટ ઘડાઈ રહ્યાં છે.
હાલ તો સફાઈને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, નજીકના સમયમાં ભૂગર્ભ ગટરને લગતા કામો પણ હાથ પર લેવાશે. બે નવા ટ્રાફિક સર્કલનું નિર્માણ કરવાનું આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચેય ગામો  ભળ્યાં બાદ શહેરની હદમાં વધારો થયો છે. પાંચેય ગામોને વર્તમાન 4 વોર્ડમાં સમાવિષ્ટ કરાયાં છે. સૂત્રો ઉમેરે છે કે, વર્તમાન ભાજપ બોડીની મુદત જો 3 માસ લંબાવવામાં આવશે તે તે દ2મિયાન અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત નવા ભળેલા ગામોમાં યોજવામાં આવી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer