ઝઘડિયા તાલુકામાં ડમ્પરે કચડી નાખતા 3 મહિલાના મૃત્યુ

સ્થાનિકોએ ચક્કાજામ કરી પોલીસનો ઘેરાવ કર્યો, મંદિરના ઈઈઝટ બંધ હોવાથી મહારાજને ફટકાર્યા
 
વડોદરા,તા.28 :ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામ પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પૂરપાટ ઝડપે જઇ રહેલા ડમ્પરે 3 મહિલાઓને કચડી નાખી હતી. જેમાં ત્રણેય મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા અને એક પુરૂષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ઝઘડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસનો ઘેરાવ કર્યો હતો રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માગ કરી હતી. ડમ્પર ચાલક મહિલાઓને કચડીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો ખખડધડ રોડ જીવલેણ બન્યો છે. ઉચેડિયા ગામની બોરોસીલ કંપનીમાં ફરજ પર જતી અને શાકભાજી વેચવા જઇ રહેલી મહિલાઓ ગુમાનદેવ મંદિર પાસે વાહનની રાહ જોઇ ઉભી હતી. આ સમયે એક ડમ્પર ચાલકે 3 મહિલાઓ અને એક પુરૂષને અડફેટે લીધા હતા. જે પૈકી 2 મહિલાના ઘટના સ્થળે જ
મૃત્યુ થયા હતા. જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એક પુરૂષની હોસ્પિટલમાં સારવાર
ચાલી રહી છે.
અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ રોડ ચક્કાજામ કરી દેતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રોડ પર વાહનોની લાઇનો લાગી ગઇ હતી. ચક્કાજામના પગલે ટ્રાફિક ઋઈંઉઈ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડયું હતું. લોકોએ પોલીસનો ઘેરાવ કરીને તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માગ કરી હતી.
સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે સ્પીડ બ્રેકર મૂકવા માટે અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં સ્પીડ બ્રેકર મૂકાયુ નથી. જેને કારણે આજે 3 મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પહેલા પણ બસની અડફેટે એક છોકરીનું મૃત્યુ થયું હતું.      

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer