PF પર વધુ વ્યાજ અને EPS પર વધુ રિટર્ન આપવા વિચારણાં

PF પર વધુ વ્યાજ અને EPS પર વધુ રિટર્ન આપવા વિચારણાં
લઘુતમ પેન્શન રૂ.5000 કરવામાં આવી શકે: પેનલની ભલામણને આધારે લેવાશે નિર્ણય
નવી દિલ્હી, તા.ર8: પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં હવે વધુ વ્યાજ મળશે. સાથે જ એમ્પ્લોઈઝ પેન્શન ફંડ (ઈપીએસ) પણ વધી શકે છે. પીએફ પર વધુ વ્યાજ અપાવવા અને ઈપીએસ પર વધુ રિટર્ન અપાવવાની દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. પેનલની ભલામણને આધારે સરકાર ટૂંક સમયમાં આખરી નિર્ણય લેશે.
પીએફ કોષ માટે ઘડવામાં આવેલી પેનલની બેઠક બુધવારે પ્રસ્તાવિત છે. જેમાં કર્મચારીઓના પેન્શનની યોજના (ઈપીએસ) હેઠળ ઓછામાં ઓછું પેન્શન માસિક રૂ.પ000 સુધી વધારવા વિચારણાં કરવામાં આવશે. શ્રમિક સંગઠન અને ટ્રેડ યુનિયનો લાંબા સમયથી પેન્શન વધારવાની માગ કરી રહ્યા છે. ઈપીએફ પર વર્ષ ર019-ર0 માટે 8.પ ટકા વ્યાજ નક્કી કરાયું છે. જે છેલ્લા પ વર્ષમાં સૌથી ઓછું હોય તેમાં વધારો કરવામાં આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) જલ્દી આ મામલે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. સૂત્રો અનુસાર સંસદીય સમિતિએ આ અંગે પેનલ ઘડી છે જે તે અંગે કામ કરશે. ચાલુ સપ્તાહે લેબર પેનલની મહત્ત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં પેનલ ઈપીએફઓ હેઠળ 10 ખર્વ રૂ.ના કોષની વ્યવસ્થા, પ્રદર્શન અને રોકાણ અંગે ચર્ચા વિચારણાં કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ કે ઈપીએફઓને સંગઠિત અને અસંગઠિત સેક્ટરમાં કામ કરનારાઓ માટે વધુ ફાયદાકારક કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ પેનલ વિચાર કરશે. લાંબા સમયથી ઈપીએફઓને ફંડ મેનેજર સંભાળી રહ્યા છે. સાથે રોકાણને લગતાં નિર્ણયો પણ તે જ લે છે. આવી સ્થિતીમાં પેનલ તેનું આંકલન કરશે. પેનલના સદસ્યો કોરોના વાયરસ અને લોકડાઉનથી ઈપીએફઓ કોષ પર પડનારી અસરનું આંકલન કરશે.
કેન્દ્ર સરકારનો ઉદેશ અસંગઠિત શ્રમિકોને વૃધ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. ઈપીએફઓમાં સરકારે હવે અસંગઠિત શ્રેત્રને પણ જોડી દીધું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer