તારક મહેતાની ટીમ ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી

તારક મહેતાની ટીમ ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી
ટીવી પરના સૌથી સફળ કોમેડી શો ગણાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી સ્ટાર કાસ્ટ ડાન્સ રિયાલીટી શો ઇન્ડિયાજ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી હતી. આ શોના શુટીંગ દરમિયાન ઘણી મજેદાર ધટનાઓ બની હતી. ખાસ કરીને શોની જજ  મલાઇકા અરોરા અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ ધમાકેદાર ડાન્સ કર્યોં હતો. આ ડાન્સ રીયાલીટી શો દરમિયાન તારક મહેતા શોમાંથી ગાયબ દયાબેનની સરપ્રાઇઝ એન્ટ્રી થઇ હતી. જો કે દયાબેનના ગેટઅપ સાથે ઋતુજા જુનકર સ્ટેજ પર આવી હતી અને કલાકારો સાથે ખૂબ મસ્તી કરી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના વીકએન્ડ એપિસોડમાં જોવા મળવાની છે.  પલક સિદ્ધવાની (સોનુ), સુનૈના ફૌજદાર (અંજલી મહેતા) તેમજ જેનિફર મિસ્ત્રીએ (રોશન ભાભી) પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. શો દરમિયાન સીરિયલના કલાકારોએ જજ અને કન્ટેસ્ટન્ટ્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. મુનમુન દત્તા વન શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી. જેમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી. જ્યારે અંજલી ભાભી એટલે કે સુનૈનાએ રેડ કલરનું ગાઉન પહેર્યું હતું. તો સોનુ પણ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી હતી. બીજી તરફ તનુજ મહાશબ્દે કે જે સીરિયલમાં મિસ્ટર ઐયરનો રોલ કરી રહ્યો છે તેણે શોના હોસ્ટ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સાથે સેલ્ફી લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer