લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળતા ચિંતાનો વિષય: કોચ પોન્ટિંગ

લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળતા ચિંતાનો વિષય: કોચ પોન્ટિંગ
સતત ત્રણ હાર બાદ દિલ્હીના કોચે ટીમનો ઉધડો લીધો
દુબઇ તા.28: દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રીકિ પોન્ટિંગે સ્વીકાર્યું છે કે તેની ટીમની લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળતા ચિંતાનો વિષય બન્યું છે. અમારે હવે બાકીના બે મેચ જીતવા હશે તો આ ક્ષેત્રમાં સુધારો કરવો પડશે. આઇપીએલમાં ટોચ પર પહોંચ્યા બાદ દિલ્હીની ટીમે સતત ત્રણ મેચ ગુમાવ્યા છે. ગઇકાલના મેચમાં તેની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 88 રને કારમી હાર થઇ હતી.
આ મેચ બાદ કોચ પોન્ટિંગે કહ્યંy કે ચિંતાનો વિષય છે. અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો તો વિરોધી ટીમને મોટો સ્કોર કરવાનો મોકો આપ્યો. અમારે પહેલા બોલિંગ કરતી વખતે અને લક્ષ્યનો પીછો કરતી વખતે રણનીતિ અનુસાર દેખાવ કરવાની જરૂર છે. પાછલા ત્રણ મેચમાં અમે રણનીતિ પરથી ભટકી ગયા છીએ.
દિલ્હીની ટીમના હવે બે મેચ બાકી છે અને તેની ટક્કર તેમાં મજબૂત મુંબઇ અને બેંગ્લોર સામે થવાની છે. આથી તેને પ્લેઓફની રાહ અચાનક જ કઠિન બની છે. પોન્ટિંગે કહ્યંy ટૂર્નામેન્ટની શરૂઆતમાં એ નકકી નથી હોતું કે કવોલીફાઇ કરવા માટે કેટલા અંક જરૂરી હશે. અમે સાત જીત જલ્દી હાંસલ કરી લીધી, પણ હવે સતત ત્રણ મેચ ગુમાવી દીધા. હવે અમારે જલ્દીથી સુધારો કરવો પડશે. આ તકે પોન્ટિંગે સનરાઇઝર્સ તરફથી 4પ દડામાં 87 રનની ઝડપી ઇનિંગ રમનાર રિધ્ધિમાન સાહની પ્રશંસા કરી હતી. આ ઇનિંગને તેણે મેચમાં અંતર ઉભું કર્યાનું કહ્યંy હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer