ટીમ ઇન્ડિયા 12 નવે.થી સિડનીમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન

ટીમ ઇન્ડિયા 12 નવે.થી સિડનીમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન
આસ્ટ્રેલિયાના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર ઈં બોક્સિંગ ડે ટેસ્ટમાં 25 હજાર દર્શકને અનુમતિ
મેલબોર્ન, તા.28: ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ તા. 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનાર ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૂર્વે સિડનીમાં એક ડે-નાઇટ અભ્યાસ મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે ભારતીય ક્રિકેટ ટીમનો 69 દિવસ સુધી ચાલનારો આ પ્રવાસનો પૂરો કાર્યક્રમ આજે જાહેર કર્યોં છે. જેમાં સિડનીમાં 14 દિવસનો કવોરન્ટાઇન પીરિયડ પણ સામે છે. જે 12 નવેમ્બરથી શરૂ થશે. આઇપીએલનો ફાઇનલ 10 નવેમ્બરે છે. આ પછી તુરત ભારતીય ખેલાડીઓ યૂએઇથી સીધા ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પહેલીવાર વિદેશમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.
બોર્ડર-ગવાસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીની શરૂઆત 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવેલમાં ડે-નાઇટ ટેસ્ટ મેચથી થશે. એ પછી મેલબોર્નમાં, બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે.જેમાં લગભગ 2પ હજાર દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે તેવા રિપોર્ટ છે.  આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ 6થી 8 ડિસે. વચ્ચે ઓસ્ટ્રેલિયા એ સામે પહેલો અભ્યાસ મેચ રમશે. જ્યારે 11થી 13 ડિસે. વચ્ચે રમાનાર બીજો અભ્યાસ મેચ ગુલાબી દડાથી ડે-નાઇટમાં રમાશે.
ત્રણ મેચની વન ડે સિરિઝના પહેલા બે મેચ 27 અને 29 નવેમ્બરે સિડનીમાં અને ત્રીજો મેચ બે ડિસેમ્બરે કેનબેરામાં રમાશે. આ પછી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. જેનો પહેલો મેચ કેનબેરામાં તા. 4 ડિસેમ્બરે રમાશે. પછીના બે ટી-20 મેચ સિડનીમાં 6 અને 8 ડિસેમ્બરે રમાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer