ડાયાબિટીસવાળા કોરોનાના દરદીને ઓરેન્જ હોસ્પિટલે ગ્લુકોઝ ચડાવ્યું !

ડાયાબિટીસવાળા કોરોનાના દરદીને ઓરેન્જ હોસ્પિટલે ગ્લુકોઝ ચડાવ્યું !
સારવારમાં બેદરકારીથી જ મૃત્યુ થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
રાજકોટ, તા.23 : કોરોના મહામારીના કારણે અત્યારે લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. બીજી બાજુ ખાનગી હોસ્પિટલોને કોરોનાના દરદીઓની સારવારની માન્યતા આપવાનું એક વ્યવસ્થિત કારસ્તાન ચાલી રહ્યુ છે. માન્યતા પામેલી ઘણી હોસ્પિટલો દરદીઓને પાયમાલ કરી રહી હોવાના અનેક આક્ષેપો વચ્ચે વધુ એક કોવિડની માન્યતા ધરાવતી હોસ્પિટલ વિવાદમાં આવી છે.
શહેરના સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા કોરોનાગ્રસ્ત અશોકભાઇ આટકોટિયાને સોમવારે રજપૂતપરામાં આવેલી ખાનગી કોવિડ-19 ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અશોકભાઇ ડાયાબિટીસના દર્દી હોવા છતા ગ્લુકોઝના બાટલા ચડાવ્યા રાખ્યા અને ચોક્કસ જગ્યાએથી જ દવા અને ઇન્જેકશન મગાવીને મસમોટા બિલ કર્યા રાખ્યા હોવાનો દરદીના સગાઓએ આક્ષેપ કર્યો છે. તબીબોએ સારવારમાં બેદરકારી દાખવતા અશોકભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.
મૃતકના ભત્રિજા વિશાલ છગનભાઇ આટકોટિયાનું કહેવું છે કે, અશોકભાઇ ડો.અંકુર સિણોજીયાની દેખરેખ હેઠળ સારવારમાં હતા. આ ડોક્ટરે ગઈકાલે અશોકભાઇની તબીયત સારી હોવાનું અને હળવો ખોરાક તેમજ ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. મૃતક અશોકભાઇને ડાયાબિટીસ હોવા છતાં ગ્લુકોઝ આપવામાં આવતું હોવાનું બહાર આવતા પરિવારજનોએ ડોક્ટરને સવાલ કર્યા હતા. ડો.અંકુર સિણોજિયાએ જવાબ આપ્યો કે, ડોકટર તમે છો કે હું છું ? તમને મારા કરતા વધુ ખબર પડતી હોય તો ઘરે લઇને સારવાર કરો!! અશોકભાઇના મૃત્યુ બાદ પરિવારજનો હોસ્પિટલે એકઠાં થઇ ગયા અને મીડિયાને બોલાવી લીધું હતું. એ જોઇને હોસ્પિટલના સંચાલકોએ તાબડતોબ પોલીસ બોલાવી લીધી હતી. આ મામલામાં મૃતકના પરિવારજનોના આક્ષેપ પાયાવિહોણા હોવાનું ડો.સિણોજીયાએ જણાવ્યું હતું.
ચોક્કસ જગ્યાએથી જ દવા અને ઇન્જેકશન મગાવાતા
મૃતક અશોકભાઇના ભત્રિજા વિશાલભાઇના કહેવા મુજબ આજે સવારે પ્રિક્રિપ્શન આપીને વિદ્યાનગર મેઇન રોડ પર ઓરેન્જની જ ઓલમ્પસ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દવા અને ઇન્જેકશન લઇ આવવાનું કહ્યંy હતું. જો કે, ઇન્જેકશન લેવા નીકળ્યાના થોડી જ મિનિટમાં ખબર પડી કે, મારા કાકાનું મૃત્યુ થઇ ગયુ છે.
ફ2ાuયાદ મળશે તો તપાસ ક2ાuને કાર્યવાહી ક2શું
આ બનાવ અંગે હજૂ કોઈ ફિ2યાદ મળી નથી, જો ફિ2યાદ મળશે તો યોગ્ય દિશામાં તપાસ ક2ાu કાર્યવાહી ક2વામાં આવશે. અગાઉ પણ દર્દી પાસેથી વધુ બિલ વસૂલવામાં આવતાં ફિ2યાદના પગલે દર્દીના પિ2વા2જનોને 20,000ની 2કમ પ2ત અપાવી હતી. આ હોસ્પિટલ સામે વધુ રૂપિયા લીધાની હજુ એક ફિ2યાદ મળી છે, તેની પણ તપાસ ચાલુ છે. આ ઉપ2ાંત બાયોમેડીકલ વેસ્ટનો જાહે2માં નિકાલ ક2તાં મહાપાલિકા દ્વા2ા પણ બે વખત દશ-દશ હજા2નો દંડ ફટકા2વામાં આવ્યો હતો.
- સિધ્ધાર્થ ગઢવી (પ્રાંત અધિકા2ાu)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer