લોકડાઉનમાં 1 કરોડથી વધુ શ્રમિકો પગપાળા નીકળવા મજબૂર બનેલા

લોકડાઉનમાં 1 કરોડથી વધુ શ્રમિકો પગપાળા નીકળવા મજબૂર બનેલા
મૃત્યુ પામેલા શ્રમિકો વિશે વિગતો ન હોવાનું સ્વીકાર્યુ
સરકારે સંસદમાં આપેલી જાણકારી
નવીદિલ્હી,તા.23: કોરોના મહામારીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે માર્ચમાં લોકડાઉનનું એલાન કર્યુ ત્યારે સૌથી વધુ પરેશાનીઓનો સામનો પ્રવાસી મજૂરોને કરવો પડયો હતો. લાખોની સંખ્યામાં લોકો રોજગાર ગુમાવીને પગપાળા પોતાનાં ઘરો ભણી નીકળી પડયા હતાં. શરૂઆતમાં સરકારે સંસદમાં આ સંબંધિત કોઈ જાણકારી ન હોવાનું કહ્યું હતું પણ હવે સરકારે કહ્યું છે કે, લોકડાઉન લાગુ થયા બાદ માર્ચથી લઈને જૂન સુધીમાં એક કરોડથી વધુ પ્રવાસી શ્રમિકો પોતાનાં ઘર તરફ પગપાળા જવા માટે મજબૂર બન્યા હતાં. જો કે આ દરમિયાન કેટલા શ્રમિકોનાં મૃત્યુ થયા હતાં એ વિશે હજી પણ સરકારે કોઈ જાણકારી આપી નથી.
માર્ગ પરિવહન રાજ્યમંત્રી વી.કે.િસંહે લોકસભામાં આપેલા લેખિત જવાબમાં કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન શ્રમિકોનાં પલાયન સંબંધિત શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એકત્ર જાણકારી અનુસાર આશરે 1.06 કરોડ પ્રવાસી શ્રમિકો પગપાળા નીકળી પડવા માટે વિવશ બન્યા હતાં. આ ઉપરાંત જે હંગામી આંકડા એકત્ર થયા છે તે મુજબ માર્ચ-જૂનનાં સમયગાળામાં 81,38પ માર્ગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જેમાં 2941પ લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં. જો કે લોકડાઉન દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂરોની કોઈ જાણકારી અલગથી જળવાઈ ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
દેશમાં મૃત્યુઆંક 90 હજારને પાર
વધુ 83347 કેસ અને 1085 મૃત્યુ: સ્વસ્થ થયેલા દર્દીઓનો આંક 46 લાખ નજીક
નવી દિલ્હી, તા.22 ભારતમાં કોરોના મામલે દિવસો બાદ રાહતના હેવાલ છે. નવા કેસોમાં લાંબા સમયે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં  74903 કેસ સાથે કુલ સંક્રમિતોનો આંક પપ લાખને પાર થઈ ગયો છે તો સામે એક દિવસમાં વિક્રમી 101468 દર્દી સ્વસ્થ થતાં સાજા થયેલા દર્દીઓનો કુલ આંક 4497867 થઈ ગયો છે. સળંગ ચોથા દિવસે નવા કેસ કરતાં સ્વસ્થ દર્દીઓનો આંક વધુ છે.
ભારતમાં કુલ કેસ પપ62483 થયા છે  જ્યારે રિકવરી રેટ 80.86 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 10પ3 મૃત્યુ સાથે મરણાંક 8893પ થયો છે. મૃત્યુદર ઘટીને 1.પ9 ટકા થઈ ગયો છે. કોરોનાના અસરગ્રસ્તોના ઓછા ટેસ્ટિંગની  અને કોરોનાના કેસોની સંખ્યા છુપાવવાની દેશભરમાં ફરિયાદો વચ્ચે  વધુ 93318પ ટેસ્ટ થયા છે અને કુલ ટેસ્ટની સંખ્યા 6પ32પ779 થઈ છે.
ઉલ્લેખનીય છે કે એકલા સપ્ટેમ્બરમાં જ કુલ 1941238 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહિનાઓ સુધી કોરોનાના આંકમાં સતત વધારા બાદ ચારેક દિવસથી નવા કેસોમાં થોડો ઘટાડો અને રિકવર થયેલા લોકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જે રાહતના સંકેત સમાન છે. છેલ્લા ચાર દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 10.17 લાખથી ઘટીને 9.7પ લાખ થઈ ગઈ છે. આ દરમ્યાન 3.47 લાખ નવા કેસ સામે સાજા થયેલા દર્દીઓનો આંક 3.8પ લાખ રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer