કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : ડ્રગ્સ-હથિયારો જપ્ત

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : ડ્રગ્સ-હથિયારો જપ્ત
પુલવામામાં આતંકીઓના બે મદદગાર ઝડપાયા
જમ્મુ તા.ર0: જમ્મુ-કાશ્મીરમાં બીએસએફએ આંતરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી નશીલા પદાર્થોનો મોટો જથ્થો અને બે પિસ્તોલ ઝડપી લીધી છે. બીએસએફના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી સંદિગ્ધ તસ્કરોએ શનિવાર અને રવિવારની રાત્રે આરએસપુરા સેકટરના અરનિયા વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવી નશીલા પદાર્થોના પ8 પેકેટ અને બે પિસ્તોલ, 4 મેગેઝીન અને કેટલાક કારતૂસ ઝડપી પાડયા હતા. પાકિસ્તાની ઘૂસણખોરો અંધારાનો ફાયદો ઉઠાવી ભારતમાં પ્રવેશવા પ્રયાસ કરતાં બીએસએફના જવાનોએ કરેલા ગોળીબાર બાદ તેઓ પરત નાસી છૂટયા હતા. સવારે સર્ચ ઓપરેશન વખતે ડ્રગ્સ સહિતનો સામાન મળી આવ્યો હતો. બીજીતરફ દ.કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓના બે મદદગારને પોલીસે ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer