ભાડેર ગામે સામૂહિક આપઘાત પ્રયાસ પ્રકરણમાં યુવાન સામે નોંધાતો ગુનો : ધરપકડ

ભાડેર ગામે સામૂહિક આપઘાત પ્રયાસ પ્રકરણમાં યુવાન સામે નોંધાતો ગુનો : ધરપકડ
ધોરાજી, તા.19 : પોરબંદરમાં રહેતા અને બેન્ડ પાર્ટી ચલાવતા શબ્બીર આમદ રાઠોડ નામના મુસ્લિમ યુવાને આર્થિક ભીસથી કંટાળી જઈ ધોરાજીના ભાડેર ગામે આવેલા તળાવમાં પત્ની બે પુત્રો અને પુત્રી સહિતના પરિવાર સાથે ઝંપલાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગ્રામજનો જોઈ જતા દોડી ગયા હતા અને શબ્બીર તથા તેની પત્ની અને એક પુત્રને બચાવી લીધા હતા. જયારે પુત્રી રેહાના અને પુત્ર મહમદના મૃત્યુ નિપજયા હતા.
આ બનાવ અંગે પોલીસે ભાડેર ગામના ભુટાભાઈ ગોબરભાઈ વકાતરની ફરિયાદ પરથી શબ્બીર આમદ રાઠોડ વિરુધ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer