બે મૃત કીડીખાંઉ સાથે પકડાયેલ શખસ રિમાન્ડ પર : બે શખસ ફરાર

બે મૃત કીડીખાંઉ સાથે પકડાયેલ શખસ રિમાન્ડ પર : બે શખસ ફરાર
મોડાસા, તા.19 : અરવલ્લી વન વિભાગના સ્ટાફે રતનપુર ચેકપોસ્ટ પાસેથી કારમાં બે મૃત કીડીખાઉં સાથે નીકળેલા ઉત્તરાખંડના મો.નદીમ નામના શખસને ઝડપી લીધો હતો. જયારે કારમાં રહેલા બે શખસો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગના સ્ટાફે બંને મૃત કીડીખાઉંના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો અને પકડાયેલા મો.નદીમને ભીલોડા કોર્ટમાં  રજુ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
વન વિભાગની પ્રાથમિક તપાસમાં ઉત્તર ભારતના રાજયોમાં પૂર્વ આયોજીત રીતે કીડીખાઉનો ગેરકાયદેસર શિકાર કરી તેની તસ્કરી કરવામાં આવી રહી છે અને ગુજરાત તેમજ મુંબઈના વેપારીઓ ઉંચા ભાવે કીડીખાઉની ખરીદી કરી ચીન સહિતના અન્ય દેશોમાં મોકલી આપી આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામા આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer