ફી મામલે વાલીમંડળ, સંચાલક મંડળની સંમતિથી નિર્ણય લેવાશે

ફી મામલે વાલીમંડળ, સંચાલક મંડળની સંમતિથી નિર્ણય લેવાશે
-સંમતિ નહીં સધાય તો સરકાર નિર્ણય લેશે : હાઈકોર્ટના ફી હુકમ અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
અમદાવાદ, તા.19 : શિક્ષણ ફીમાં માફી આપવા માટે સોશિયલ મીડિયામાં આંદોલન થયા બાદ રાજ્ય સરકારે સંચાલકો સાથે બેઠક કરીને ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ કોઈ નિર્ણય ન આવ્યા બાદ સરકારેજ  હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે નિર્ણય કર્યો હતો કે સરકાર જ ફી બાબતે નિર્ણય કરે ત્યારે હાઈકોર્ટના હુકમ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વાલી મંડળ અને સંચાલક મંડળ સાથે ચર્ચા કરશે અને તેમની સંમતિથી જ સરકાર નિર્ણય લેશે એમ આજે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો સંમતિ નહીં સધાય તો રાજ્ય સરકાર પોતે નિર્ણય લઈ લેશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ટ્રસ્ટીઓ અને શાળા સંચાલકો સાથે બેઠકમાં 25 ટકા ફી માફીનો પ્રસ્તાવ મુકયો હતો. પરંતુ અમુક કારણોસર શાળા સંચાલકોએ સરકારનો સ્વીકાર્યો ન હતો અને ત્યારબાદ સરકારે જ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને હાઈકોર્ટ જે નક્કી કરે તે રાજ્યમાં અમલી થશે તેવી વાત કરી હતી. પરંતુ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે શાળાની ફી બાબતે રાજ્ય સરકારે જ નિર્ણય લે. રાજ્ય સરકાર પાસે વિશાળ સત્તા ચે. આમ આ હુકમ બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે અગાઉ બે વખત સંચાલકો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. એક મીટીંગ ઓફિસમાં અને ત્યાર બાદ બીજી વખત ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી અને 25 ટકા ફી બાબતની વાત કરવામાં આવી હતી પરંતુ શાળા સંચાલકોએ તેનો સ્વીકાર કર્યો ન હતો.
----------------------
ઓનલાઈન શિક્ષણ ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવું નથી
 
અમદાવાદ, તા.19 : કોરોના વૈશ્વિક મહામારીમાં છ મહિના કરતાં વધુ સમયથી શાળાઓ બંધ છે. ઓનલાઈન શિક્ષણ સામાન્ય મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ઘ માટે પરવડે તેવું નથી ત્યારે, ડીજીટલ ઈન્ડિયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ અસમાનતાનું કારણ બનવું ના જોઈએ તેવી વિગતો રાજ્ય સભામાં રજુ કરતાં સાંસદ અહમદભાઈ પટેલે ટાસ્ક ફોર્સની રચનાની માંગણી કરી હતી.
પટેલે જણાવ્યું હતું કે, એનએસએસના મોજણીમાં માત્ર 24 ટકા ઘરમાં જ ઈન્ટરનેટ નો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર 9 ટકા જણાવ્યું હતું કે, ઉચ્ચકક્ષાનું ટાસ્કફોર્સની રચના કરવામાં આવે જે ઓનલાઈન કલાસ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર ગંભીર માનસિક દબાણ તણાવ ઉભુ કરી રહ્યાં છે તેનો અભાયાસ કરવામાં આવે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે પરામર્શ કર્યા બાદ એક રાષ્ટ્રીય દિશા નિર્દેશ નક્કી કરવા જોઈએ. તેથી ઓનલાઈન અભ્યાસક્રમ ચલાવવાના નિયમ અને પધ્ધતિ નક્કી થાય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer