ગુજરાતમાં રિકવરી રેટ 84.12%

ગુજરાતમાં રિકવરી રેટ 84.12%
રાજ્યમાં વિક્રમી 1432 કેસ, વધુ 16ના મૃત્યુ
અમદાવાદ, તા.19: અનલોક-4 ગુજરાત માટે ઘાતક નિવડયો છે. આમ પ્રજામાં ચોરે અને ચૌટે એક જ સવાલ છે કે ગુજરાતમાં ફરી અનલોક આવશે કે નહિ ? આવી ભીતિ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ 1432 કોરોના સંક્રમિતના કેસ નોંધાયા. કુલ કેસ  1,21,930 થયા છે. બીજી તરફ ગુજરાતમાં 16 કોરોના દર્દીના મૃત્યુ નિપજતા  કુલ મૃત્યુ આંક 3300થી ઉપર 3305 થયો છે. જો કે, આજે ગુજરાતમાં 1470 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 1,02,571 પર પહોંચ્યો છે. આમ ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો રેટ 84.12% થયો છે.
ગુજરાતમાં નવા 1432 કોરોના સંક્રમિતના કેસમાંથી સુરતમાં 283, અમદાવાદમાં 178, રાજકોટમાં 141, વડોદરામાં 138, જામનગરમાં 126, ગાંધીનગરમાં 44, ભાવનગરમાં 42, મહેસાણામાં 69, બનાસકાંઠામાં 44 તેમજ અન્ય જિલ્લાઓમાં 40થી ઓછા નોંધાયા હતા. તેમજ  સુરતના 5, અમદાવાદના 3, ભાવનગરના 2, વડોદરાના 2 જ્યારે અમરેલી, ગાંધીનગર, કચ્છ અને રાજકોટમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે. ગુજરાતમાં હાલ 16054 એકિટવ કેસ છે. જેમાં 97 વેન્ટિલેટર પર અને 15957 સ્ટેબલ છે.
ગુજરાતમાં 1470 કોરોના દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થયા છે. તેમાં સુરતના 257, અમદાવાદના 184, જામનગરના 117, વડોદરાના 102 રાજકોટમાં 151, બનાસકાંઠાના 100, કચ્છના 44, મહાસાગરના 58 દર્દીઓનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer