બોપન્ના-શાપોવાલોવની જોડી ઇટાલિયન ઓપનમાંથી બહાર

બોપન્ના-શાપોવાલોવની જોડી ઇટાલિયન ઓપનમાંથી બહાર
રોમ, તા. 19: ભારતના રોહન બોપન્ના અને કેનેડાના ડેનિસ શાપોવાલોવની જોડી ઇટાલિયન ઓપન ટેનિસના પુરુષ યુગલ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના જેરેમી ચાર્ડી અને ફેબ્રિસ માર્ટિન સામે હારીને બહાર થઈ છે. બન્નેને 6-4, 5-7, 7-10થી પરાજયનો સામનો કરવો પડયો હતો.
બોપન્ના અને શાપોવાલોવે બીજા દોરમાં શીર્ષ ક્રમના જુઆન સેબેસ્ટિયન અને કોલંબિયાના રાબર્ટ ફારાહને હરાવ્યા
હતા. બોપન્ના અને શાપોવાલોવ અમેરિકા ઓપનનાં ક્વાર્ટર ફાઇનલમાં પણ હારી ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer