બાયો બબલમાં રહેવું પડકારજનક : શ્રેયસ અય્યર

બાયો બબલમાં રહેવું પડકારજનક : શ્રેયસ અય્યર
દર્શકોની કમીનો પણ અનુભવ થશે તેમ અય્યરે કબૂલ્યું
નવી દિલ્હી, તા. 19 : કિંગ્સ ઇલેવન પંજાબ સામે આઈપીએલમાં પોતાના અભિયાન પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકાર કર્યો હતો કે બાયો બબલમાં રહેવું પડકારજનક કામ છે અને મેદાનમાં દર્શકોની કમીનો પણ અનુભવ થશે. કોરોના વાયરસ મહામારીનાં કારણે યુએઈમાં થઈ રહેલા આઈપીએલમાં સ્વાસ્થ્ય અને સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે ખચાખચ ભરેલાં સ્ટેડિયમમાં થતા આઈપીએલ મેચ આ વખતે ખાલી સ્ટેડિયમમાં થશે. શ્રેયસે વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, બાયો બબલમાં રહેવું પડકારજનક છે કારણ કે તમામ ખેલાડીઓ આખરે માણસ છે અને નિયમોનો કડકાઈથી અમલ કરી રહ્યા છે. અમુક ટીમો ગતિવિધિઓ પણ કરે છે જેથી પરિવારથી દૂર રહેવાનો અનુભવ ન થાય. મેચ દરમિયાન હાથ મિલાવીને કે ગળે મળીને ઉજવણી સંભવ ન હોવાથી શું કરવામાં આવશે તેનો જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે, બે અભ્યાસ મેચ રમ્યા છે પણ તેમાં ઉજવણી કરી નહોતી. જો કે આ મામલે જાણકારી વિશેષ સત્રમાં બતાવવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer