સ્ટીવ સ્મિથને મગજ ઉપર થયેલી ઈજા રાજસ્થાનની મુશ્કેલી વધારશે

સ્ટીવ સ્મિથને મગજ ઉપર થયેલી ઈજા રાજસ્થાનની મુશ્કેલી વધારશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને રાજસ્થાન રોયલ્સ સાથે મળીને સ્મિથના સ્વાસ્થ્ય
ઉપર નજર રાખશે
દુબઈ, તા. 19 : કંક્શન (મગજ ઉપર થયેલ ઈજા)ના કારણે ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીમાંથી બહાર થયેલા સ્ટિવ સ્મિથની ફિટવેસ આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. સ્મિથ ઈંગ્લેન્ડ સામે પહેલા મેચ પહેલા નેટમાં અભ્યાસ કરતા સમયે માથામાં દડો વાગવાથી ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને પહેલા વનડેમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બીજા મેચ પહેલા કંક્શન ટેસ્ટમાં પાસ થવા છતા પણ સાવચેતીના ભાગ રૂપે શ્રેણીના બાકીના બન્ને મેચમાં રમાડવામાં આવ્યો નહોતો.
વનડે શ્રેણી બાદ સ્મિથ બાકીના ઓસ્ટ્રેલિયન અને ઈંગ્લિશ ખેલાડીઓ સાથે યુએઈ રવાના થયો હતો. રાજસ્થાન ફ્રેન્ચાઈઝીને વિશ્વાસ છે કે સ્મિથ 22 સપ્ટેમ્બરના ચૈન્નઈ સુપર કિંગ્સ સામે શારજહામાં થનારા પહેલા મેચમાં ભાગ લઈ શકશે. સ્મિથના યુએઈ રવાના થતા પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટસ સાયન્સ વિભાગના પ્રમુખ એલેક્સ કોન્ટૂરિસે નિવેદન આપ્યું હતું કે, તેઓ રાજસ્થાન ફ્રેન્ચાઈઝી સાથે મળીને સ્મિથના કંક્શન ઉપર નજર રાખશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer