IPLનો આગાઝ : ચૈન્નઈ સામે મુંબઈના 162 રન

IPLનો આગાઝ : ચૈન્નઈ સામે મુંબઈના 162 રન
સૌરભ તિવારીએ ફટકાર્યા 42 રન : સીએસકે તરફથી એનગીડીની 3 વિકેટ
અબુ ધાબી, તા. 19 : જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી ઈન્ડિયન પ્રીમિયર લીગનો આગાજ થઈ ચૂક્યો છે. આઈપીએલના પહેલા મેચમાં ચૈન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટકરાયા હતા. જેમાં ચૈન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગમાં ઉતરેલી  મુંબઈ ઈન્ડિયન્સે નિયત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયનસ તરફથી ક્વિંટન ડી કોકે 33 રન કર્યા હતા. જ્યારે સૌરભ તિવારીએ 42 રન કર્યા હતા. ચૈન્નઈ તરફથી લુંગી એનગીડીએ 3 વિકેટ લીધી હતી.
મુંબઈની પહેલી વિકેટ કેપ્ટન રોહિત શર્માના રૂપે પડી હતી. રોહિત શર્મા પાંચમી ઓવરમાં 46 રનના કુલ સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં ડી કોક 33 રન બનાવીને આઉટ થયો હતો.  મુંબઈ તરફથી સૌરભ તિવારીએ લાંબો સમય એક છેડો સાચવી રાખ્યો હતો અને 31 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રન કર્યા હતા. બીજી તરફ સમયાંતરે વિકેટોનું પતન યથાવત રહ્યું હતું. જેમાં સુર્યકુમાર યાદવના 17, હાર્દિક પંડયાના 14, પોલાર્ડ 18, કૃણાલ પંડયા 3, જેમ્સ પેટિસન 11 રન બનાવી શક્યા હતા.
ચૈન્નઈ તરફથી સૌથી વધારે 3 વિકેટ લુંગી એનગીડીએ લીધી હતી. જ્યારે દીપક ચાહર અને રવીન્દ્ર જાડેજાને બે-બે વિકેટ મળી હતી. તેમજ સેમ કરન અને પિયૂષ ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી. કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ રસિયાઓ માટે ખાસ યુએઈની ધરતી ઉપર આઈપીએલની 13મી સિઝનની શરૂઆત હવે થઈ ચૂકી છે. જો કે કોરોનાને ધ્યાને લઈને ખેલાડીઓ માટે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં દર્શકોને પણ મંજૂરી મળી નથી. આ ઉપરાંત ઓપનિંગ સેરેમની સહિતના કાર્યક્રમો પણ ટાળવામા આવ્યા છે.
આજનો મેચ
દિલ્હી કેપિટલ્સ    કિંગ્સ ઈલેવન પંજાબ
સ્થળ: અબુધાબી સમય: 7-30

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer