દુનિયામાં કોરોના રિકવરી રેટમાં ભારત સૌથી આગળ

દુનિયામાં કોરોના રિકવરી રેટમાં ભારત સૌથી આગળ
દેશમાં 95 હજાર ઉપરાંત લોકોએ કોરોનાને હરાવ્યો : નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ
નવી દિલ્હી,તા.19: દેશમાં કોરોના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે તે વચ્ચે આજે નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.  24 કલાક દરમિયાન 93337 નવા કેસ સાથે કુલ સંક્રમિતનો આક 53,08,015 થયા હતા સામે ગ્રાહકની બાબત એ રહી કે બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાથી રિકવરીના મામલામાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. વિત્યા 24 કલાકમાં 95,880 લોકો સંક્રમણ મુક્ત બન્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આજે સવારે અપડેટ કરેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમા 1,247 દર્દીના મોત થતા મૃતકોની સંખ્યા વધીને 85 619 થઈ છે. કુલ સંક્રમિત પૈકી 10,13,964 ઉપચાર ચાલી રહ્યો છે અને 42,08,432 લોકો ઉપચાર બાદ આ બીમારીમાંથી બહાર આવી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 79.28 ટકા થયો હતો જ્યારે મૃત્યુદરમાં ઘટાડા સાથે તે 1.61 ટકા રહ્યો છે. 19.10 ટકા લોકોનો હજુ ઈલાજ ચાલી રહ્યો છે.
ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (શભળિ) તરફથી જારી આંકડાઓ અનુસાર દેશભરમાં 18 સપ્ટેમ્બર સુધી કુલ 6,24,54,254 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી શુક્રવારે એક જ દિવસમાં 8,81,911 સેમ્પલ ટેસ્ટ થયા હતા. જોકે તપાસ ની સંખ્યા વીતેલા દિવસોની તુલનામાં ઘણી ઓછી છે પરંતુ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધુ ઘટાડો જોવા મળ્યો નથી. 
દેશમાં વિતેલા 24 કલાક દરમિયાન થયેલા મોતમાં સૌથી વધુ 440 દર્દીઓના મોત મહારાષ્ટ્રમાં, 179ના મોત કર્ણાટકમાં, ઉત્તર પ્રદેશમાં 98, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 67-67નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે |જ્ઞહિમજ્ઞળયાયિંિ ના આંકડા અનુસાર અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા69,25,941 છે જેમાંથી 203 171 ના મોત થઇ ચુક્યા છે જ્યારે 41 91 894 લોકો સ્વસ્થ થઈને ઘરે જઇ ચુક્યા છે જ્યારે ભારતમાં કોરોના પોઝિટિવ ની કુલ સંખ્યા 5312537 છે. 85650 ના મોત થયા છે અને 42,08,431 લોકો સાજા થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer