INS વિરાટે શરૂ કરી અંતિમ યાત્રા

INS વિરાટે શરૂ કરી અંતિમ યાત્રા
ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ મુંબઈથી પોતાની અંતિમ યાત્રા ઉપર રવાના થયું હતું. આઈએનએસ વિરાટને ભાવનગર સ્થિત અલંગમાં લઈ જવાયું છે. જ્યાં દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવામાં આવશે. અંદાજિત 30 વર્ષ ભારતીય નૌસેનાની શાન રહેલા આઈએનએસ વિરાટને 6 માર્ચ 2017ના ભારતીય નેવીની સેવામાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. આ જહાજ પહેલા બ્રિટનના નૌકાદળમાં એચએમએસ હર્મિસનાં રૂપમાં 25 વર્ષ પોતાની સેવા આપી ચૂક્યું છે. ત્યારબાદ 1987માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આઈએનએસએ ઓપરેશન પરાક્રમ, ઓપરેશન જ્યુપિટર વગેરેમાં ભાગ લીધો હતો અને દુનિયાના 27 ચક્કર કાપ્યા છે. જેમાં 1.94 કરોડ કિમીની સફર કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer