NCBને મોટી સફળતા: ડ્રગ સપ્લાયર રાહિલની ધરપકડ

NCBને મોટી સફળતા: ડ્રગ સપ્લાયર રાહિલની ધરપકડ
નવી દિલ્હી, તા. 19: સુશાંત સિંહ રાજપૂત મામલામાં ડ્રગ્ઝ એન્ગલની તપાસ કરી રહેલા એનસીબીને મહત્ત્વની સફળતા મળી છે.
એનસીબીની ટીમે ડ્રગ સપ્લાયર રાહિલ રાફતની ધરપકડ કરી છે. રાહિલને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં કોર્ટમાં રજૂ કરાયો હતો. રીપોર્ટ મુજબ રાહિલે એનસીબીની પૂછપરછમાં ઘણા હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટિઝનાં નામ લીધાં છે. બોલિવૂડમાં રાહિલને સેમ ડ્રગ અંકલનાં નામથી ઓળખામાં આવે છે. બોલિવૂડ ઉપર એનસીબીનો સકંજો વધુને વધુ કસાઈ રહ્યો છે. રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની ધરપકડ અને જેલ બાદ હવે એનસીબી કરણ જોહરની કથિત ડ્રગ પાર્ટીના વીડિયોની તપાસ કરી રહી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાહિલનો બોસ બોલિવૂડ સાથે જોડાયેલો જ કોઈ શખસ છે. જે કોઈ એક્ટર, ડાયરેક્ટર કે પ્રોડયુસર હોય શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer