આ તે કેવો ‘સંબંધ’ છે, જાણે હૃદયની લાગણીઓ અંધ છે!

આ તે કેવો ‘સંબંધ’ છે, જાણે હૃદયની લાગણીઓ અંધ છે!

પિતા પોતાના સંતાનોનો ‘પાલક’ કહેવાય છે પરંતુ પ્રાણઘાતક નિકળે તો ? સ્વર્ગસ્થનો મૃતદેહ સંભાળવા જ્યારે પરિવારજનો તૈયાર થાય તો ? લોહીના સંબંધો ‘બદનામ’ થાય છે

કોઈએ સાચુ કહ્યું કે, શ્વાસને મૃત્યુ એક વખત આવે છે પરંતુ સંબધોને મૃત્યુ દરરોજ અને વારંવાર મળે છે. ક્યારેક સમજણોનો અભાવ તો ક્યારેક વ્યક્તિનું ‘હુ’ પણું તેમાં મુખ્ય કારણ હોય છે. આજકાલ સંબધો સ્વપ્ના જેવા થઈ ગયાં છે જેમ સવાર પડતા સપનું ભૂલાઈ જાય છે તેમ સમય જતા સંબધો પણ તૂટી જાય છે, પછી ભલે ને સંબધ લોહીના સંબધ કેમ હોય ? જો કે, ક્યારેક લોહીના સંબધો કામ આવે તો પારકાઓ પોતાના બનીને મદદ અર્થે દોડી આવતા હોય છે.

રાજકોટમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ તેનુ તાદ્દશ દ્રષ્ટાત પૂરુ પાડે છે. બન્ને ઘટનાઓમાં પિતા કેન્દ્ર સ્થાને છે. ફર્ક માત્ર એટલો છે કે, બન્નેમાં તેની મનોસ્થિતિ અલગ પ્રકારની છે. કડિયાકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારો એક વ્યક્તિ કે જેણે પોતાની દીકરીની ઈચ્છાઓ પૂરી કરવા માટે સર્વસ્વ ખરપાવી નાખ્યુ અને અંતે તે દીકરી અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડે છે, પરિસ્થિતિ ત્યાં આવીને ઉભી રહે છે જ્યાં લોહીના સંબધો રક્તરંજીત થાય છે.

ગાંધીગ્રામ વિસ્તારની ઘટનાને કેવી રીતે ભૂલી શકાય ? શાહનગરમાં રહેતી સતવારા યુવતી ઈલાને મુસ્લિમ યુવક ફરદીન સાથે આંખ મળી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમ પાગર્યો પરંતુ યુવતીના પિતા ગોપાલભાઈ સંબધનો વિરોધમાં હતાં, અનેક વખત સમજાવવા છતાં દીકરી પોતાની જીદ પર અડગ રહેતા પિતાએ પોતાની પુત્રીને માથામાં ધોકો ફટકારીને હત્યા કરી નાખી, ગોપાલભાઈનુ ક્ષણિક ઝનૂન પુત્રીની હત્યાનું કારણ બન્યું, પરિણામ શુ આવ્યું ? એક પરિવાર જોતજોતામાં તહેસનહેસ થઈ ગયો. માન્યુ કે, પિતા પ્રેમ પણ આપે અને કડકાઈ પણ દાખવે, પિતા ગુસ્સો પણ કરે પરંતુ ગુસ્સો જ્યારે પોતાના સંતાનોની હત્યાનું કારણ બને તો પિતા ‘પાલક’ નહી પરંતુ ‘પ્રાણધાતક’ સાબીત થાય છે.

બીજો ઘટનાક્રમ કઈક એવો છે જેમાં પિતાએ પોતાની પિતા તરીકેની ફરજ ભૂલાવીને નાનપણમાં   બન્ને દીકરીઓને તરછોડી દીધી, મામાના ઘરે ઉછરેલી દીકરીઓને પિતા સાથે બોલવાનો વ્યવહાર પણ રહ્યો, એકલવાયુ જીવન જીવતા વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું, જ્યારે સ્વર્ગસ્થનો મૃતદેહ સંભાળવા પરિવારજનો તૈયાર થયાં ત્યારે મહાજન પ્રમુખ આગળ આવ્યાં.

રાજકોટની પ્રખ્યાત ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને વર્ષોથી એકલવાયું જીવન જીવતા વિધુર ભૂપતભાઈ જોબનપુત્રાનું તાજેતરમાં માયાણીચોકમાં આવેલા પોતાના ફ્લેટમાં હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યું. તેમના પરિવાર વિષે કોઈને માહિતી હોય, પાડોશીએ પોલીસને જાણ કરી, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફોટા વાયરલ કરવામાં આવ્યાં અંતે રાજકોટ સમસ્ત લોહાણા મહાજન કારોબારી સમિતિના પ્રમુખ રાજુભાઈ પોબારુ, ડો.નિશાંત ચોટાઈ તથા અન્ય સભ્યો મદદે આવ્યાં.  રાજુભાઈએ જણાવ્યું કે, ભૂપતભાઈએ નાનપણમાં પોતાની બન્ને દીકરીઓને ત્યજી દીધી હતી જે તેના મામા સાથે રહેતી હતી, તેઓ સાથે બોલવા-ચાલવાનો પણ વ્યવહાર હતો, તપાસના અંતે ખત્રીવાડમાં રહેતા તેમના ભત્રીજા જયંતીભાઈ સાથે અમે સંપર્ક કર્યો તેઓ પણ મૃતદેહની અંતિમવિધિ માટે રાજી હતાં. અમે તેમને ખૂબ સમજાવ્યાં, અમે એવું ઈચ્છતા હતાં કે, ભૂપતભાઈના મૃતદેહની બિનવારસી વ્યક્તિ તરીકે ઓળખ થાય. જ્ઞાતિ પ્રમુખ તરીકે મેં જયંતિભાઈને હાથ પણ જોડયાં અંતે સહુ સારાવાના થયાં. કુંટુંબીજનોએ ભારે હૃદયે અને રડતી આખે સ્વ.ભૂપતભાઈને અગ્નિદાહ આપ્યો.  કાશ ભૂપતભાઈ જીવતે જીવ લોહીના સબંધોનુ મૂલ્ય સમજી શક્યાં હોત તો અંતિમ ઘડીએ તેમના સંતાનો તેમની નજીક હોત.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer