પોતાના કંઇ નથી છતાં હૃદયની લાગણી અકબંધ છે

પોતાના કંઇ નથી છતાં હૃદયની લાગણી અકબંધ છે

મૃત દરદીના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર માટે પણ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે

મૃત દર્દીના પરિવારના ચાર સભ્યોને પીપીપી કીટ પહેરાવી જે તે ધર્માનુસાર વિધિ કરાવવામાં આવે છે

રાજકોટ, તા.8 : કોરોના મહામારીના કારણે લાખો લોકોના જીવ લેવાયા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે એક યોધ્ધા તરીકે અને જીવને જોખમમા મુકી કોરોના સંક્રમીત દર્દીની સારવાર કોવીડ-19 હોસ્પિટલના તબીબો અને નર્સીંગ સ્ટાફ સંપૂર્ણ પણે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી રહયો છે. ત્યારે કોરોના મહામારીનો ભોગ બનનાર દર્દીની જે તે ધર્માનુસાર ધાર્મિક વિધીવિધાન સાથે અંતિમવીધી કરી રાજકોટ કોવીડ-19 હોસ્પિટલનો સ્ટાફ માનવતાની જયોત જલાવી રહયો છે.

કોરોના મહામારીમાં સપડાયેલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા બાદ જે તે ધર્માનુસાર અંતિમવિધી વિધી વિધાન સાથે કરવી એક પડકારજનક બાબત છે. જો કે મામલે કોવીડ-19નો કર્મનિષ્ઠ સ્ટાફ એક પરિવાર ભાવનાથી ધાર્મિક અંતિમવીધીની પ્રકિયા નિષ્ઠાપૂર્વક બજાવી રહયો છે.

અંગે કોવીડ-19 હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને પ્રથમ કોરોના સંક્રમીત દર્દીના મૃત્યુથી કાર્યને ખંત અને નિષ્ઠા પૂર્વક નિભાવી રહેલા ડો.એમ.સી.ચાવડાએ જણાવ્યુ હતુ. કે  ઠઇંઘ અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમીત દર્દીનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમવીધી એટલે કે મુતકોને દફનાવવા કે અગ્નિસંસ્કાર કરવા તે બાબતે ચોકકસ નિયમોનું પાલન કરવાનુ રહે છે. તેમાય ખાસ કરીને મુતદેહને હોસ્પિટલથી તેમના ધર્મ અનુકુળ સ્થળે અંતિમક્રીયા સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા નકકી થયેલા નિયમોનુસાર થાય તે માટે હોસ્પિટલનો સ્ટાફ, સેનેટરી ઈન્સ. અને એમ્બ્યુલન્સ સહીતનો સ્ટાફ જતો હોય છે. અંતિમવીધીની પ્રકિયામાં મૃતકના પરીવારજનોમાંથી ચાર વ્યકિતઓને પીપીપી કીટ પહેરાવવામાં આવે છે. અને જે તે નિશ્ચિત અંતિમવીધીના સ્થળે લઈ જઈ 10 ફૂટના અંતરેથી અંતિમવીધીની ક્રીયા કરવામાં આવે છે.

કોરોના સંક્રમણમાં મૃત્યુ પામનાર મૃતકના અંતિમ સંસ્કાર વીધીમાં પરિવારના સભ્યો પણ જોડાઈ શકતા હોવાના ઘણા કિસ્સાઓમાં મનોસ્થિતિ વર્ણવી શકાય તેવી પરીસ્થિતિ સર્જાતી હોય છે. ગતમહીને બનેલા આવો એક અત્યંત સંવેદનશીલ ઘટના બની હતી. અમરેલીના મહીલાનું મૃત્યુ નિપજયુ હતુ. અને મહીલાના પરિવારજનો પણ હોમ કવોરન્ટાઈન હોવાથી અંતિમવીધીમાં ઉપસ્થિત રહી શકે તેમ હોય તેમનો એક પુત્ર પણ કોરોના હોસ્પિટલમાં આઈસોલેશનમાં હતો. આથી પરિવારજનોની સંમતી લઈને મહીલાની અંતિમવીધી  હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અને તેના પુત્રની ઈચ્છાઅનુસાર અંતિમવીધીની તમામ ક્રિયા વીડીયો કોલીંગ દ્વારા તેને લાઈવ બતાવવામાં આવી હતી. ત્યારે હૃદય સ્પશી ઘટનાએ સૌના હૈયા હચમચાવી દીધા હતા. કોરોના મહામારીની બીમારીમાં સપડાયેલા લોકોની નિષ્ઠા પૂર્વક સારવાર કરતા અને મૃત્યુ પામનાર દર્દીની જે તે  ધર્માનુસાર અંતિમવીધી કરાવી કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવતા તમામ તબીબો અને નર્સીંગ સ્ટાફ ખરેખર કોરોના કમાન્ડો સાબીત થયા છે.

સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાં બરફ જામી જતાં અફરાતફરી

રાજકોટ, તા.8 : શહેરની સિવિલ હોસ્પિટલમાં સવારે ઓક્સિજન ટેન્ક પર બરફ જામી જતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને બરફને અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મામલે ઓક્સિજન પ્લાન્ટના ઇન્ચાર્જ ડો.નથવાણીએ જણાવ્યું હતું કે બરફ જામી જતાં ઓક્સિજનનું પ્રેશર ઓછું થઈ જતું હોય અમુક વોર્ડમાંથી પ્રેશર ઓછું હોવાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં બે ફોર્મમાં  ઓક્સિજન આવે છે. એક લિક્વિડ અને બીજો વાયુ સ્વરૂપમાં હોય છે. લિક્વિડ ઓક્સિજનને ગેસમાં કન્વર્ટ કરવો પડે છે. જેના માટે અહીં પ્લાન્ટમાં કનવર્ઝનની પ્રકિયા થાય છે. પ્રકિયા વખતે ઓક્સિજન ખૂબ ઠંડક છોડતો હોય છે. જેથી ઓક્સિજન ટેન્ક પર ભેજ જામી જતો હોય છે. ક્યારેક બરફ પણ જામી જાય છે. બરફને ઓછો કરવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. તો જરૂર પડયે હિટ આપી બરફ દૂર કરવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer