મોરબીમાં તહેવારમાં કપડા લઈ દેવાના બહાને બાળકનું અપહરણ કરી દંપતી ફરાર

મોરબી, તા.8 : મોરબીમાં સામાકાંઠા વિસ્તારના યોગીનગરમાં રહેતા અને સિરામીક યુનિટમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય હિતેન્દ્ર સિપાઈભાઈ યાદવ નામના ભરવાડ યુવાને તેના સવા વર્ષના પુત્રનું પડોશમાં રહેતા સજુ કડાઈભાઈ અને તેની પત્ની રેખાબેન નામનું દંપતી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકનું અપહરણ કરી નાસી છૂટેલા દંપતી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.  આ અંગેની વિગત એવી છે કે યોગીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા હિતેન્દ્ર યાદવને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં સૌથી નાનો સવા વર્ષના પુત્રને પડોશમાં રહેતા સજુ અને તેની પત્ની રેખા અવારનવાર બાળકને રમાડવા તેના ઘેર લઈ જઈ ફોટા પાડતા હતા અને પરપ્રાંતીય પરિવારનો વિશ્વાસ કેળવ્યો હતો. દરમિયાન ગત તા.7/8 મજૂર પરિવારના નાના પુત્રને પડોશી દંપતી જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે નવા કપડા લઈ દેવાનું કહી બજારમાં લઈ ગયા હતા. પરંતુ મોડીરાત સુધી પરત નહીં ફરતા શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ નહીં મળતા દંપતી બાળકનું અપહરણ કરી નાસી છૂટયાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકનું અપહરણ કરી નાસી છૂટેલ દંપતી નિ:સંતાન હતું. પોલીસે દંપતીની શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer