યુઝવેન્દ્ર ચહલના લગ્ન નક્કી થયા : શેર કરી તસવીર

યુઝવેન્દ્ર ચહલના લગ્ન નક્કી થયા : શેર કરી તસવીર
ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલના લગ્ન નક્કી થઈ ગયા છે. જેની જાણકારી ચહલે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. ચહલે લગ્ન પહેલાની સેરેમનીની તસવીર શેર કરી હતી. ચહલના ધનશ્રી વર્મા સાથે લગ્ન નક્કી થયા છે. લોકડાઉન દરમિયાન ધનશ્રી અને ચહલ એક બીજા સાથે ઝુમ વર્કશોપ્સમાં જોવા મળી ચુક્યા છે. ચહલે ધનશ્રી વર્મા સાથેની તસવીર ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા લખ્યું હતું કે અમે બન્નેએ હા કહી, પરિવારજનો વચ્ચે. ચહલની પોસ્ટ ઉપર બાદમાં ફેન્સ તરફથી અભિનંદન માટે હોડ લાગી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer