મુખ્યમંત્રીના હસ્તે રૂ.1065.88 કરોડની ગ્રાન્ટ ફાળવણીના ઓનલાઈન ચેક અર્પણ

મુખ્યમંત્રીના હસ્તે રૂ.1065.88 કરોડની ગ્રાન્ટ ફાળવણીના ઓનલાઈન ચેક અર્પણ
રાજ્યની નગરપાલિકા-મહાપાલિકાઓને
રાજકોટ, તા.7: રાજ્યની 33 નગરપાલિકાઓ તથા મહાપાલિકાને કુલ રૂ.1000 કરોડની ગ્રાન્ટની સહાય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અર્પણવિધિ કરવામાં આવી હતી.
મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના જણાવ્યાનુસાર મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની 33 જેટલી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં વિકાસ કામો માટે કુલ રૂા.1000 કરોડની ગ્રાન્ટની અર્પણવિધિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મારી ઉપસ્થિતિમાં ગાંધીનગરની વીડિયો કોન્ફરન્સ થકી અર્પણ કરાઈ હતી. કલેકટરો, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના રીજીયોનલ કમિશનરો, પુરવઠા મંત્રીઓ તથા સરપંચ, મેયર, મ્યુ.કમિશનર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રાન્ટનો ઓનલાઈન સ્વીકાર કર્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ મનપાને 325.20 કરોડ, સુરતને 265.44 કરોડ, વડોદરાને 99.51 કરોડ, રાજકોટને 78.71 કરોડ, ભાવનગરને 36.77 કરોડ, જામનગરને 34.84 કરોડ, જૂનાગઢને 18.25 કરોડ તથા ગાંધીનગર 18.78 કરોડ મળી કુલ રૂા.877 કરોડના ચેકનું વિતરણ કરાયું છે. જ્યારે અ-બ-ક અને ડ વર્ગમાં શામેલ નગરપાલિકાઓને 188.38 કરોડ મળી કુલ રૂા.1065.88 કરોડના ચેક વિતરણ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer