પીવી સિંધૂ, સાઈના નેહવાલ સહિત આઠ ખેલાડીઓની હૈદરાબાદમાં ટ્રેનિંગ

પીવી સિંધૂ, સાઈના નેહવાલ સહિત આઠ ખેલાડીઓની હૈદરાબાદમાં ટ્રેનિંગ
પુલેલા ગોપીચંદ એકેડમીમાં શરૂ થયો આઠ બેડમિંટન ખેલાડીઓનો નેશનલ કેમ્પ
નવી દિલ્હી, તા. 7 : આગામી વર્ષે થનારા ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાઈ કરવાની આશા ધરાવતા આઠ બેડમિંટન ખેલાડીઓનો નેશનલ કેમ્પ હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડમીમાં શરૂ થઈ રહ્યો છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)એ આ નિર્ણય તેલંગણ રાજ્ય સરકાર દ્વારા એક ઓગષ્ટના રોજ અપાયેલા આદેશ બાદ લીધો હતો. જેમાં સરકારે પાંચ ઓગષ્ટ બાદથી ખેલ ગતિવિધી શરૂ કરવાની મંજૂરી આપી હતી.
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ શટલર અને વિશ્વ ચેમ્પિયન પીવી સિંધૂ ઉપરાંત કેમ્પમાં ઓલિમ્પિક મેડલિસ્ટ સાઈના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા, સાઈ પ્રણીત, ચિરાગ શેટ્ટી, સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને એન સિક્કી રેડ્ડી ભાગ લઈ રહ્યા છે. કેમ્પ શરૂ થવા ઉપર રાષ્ટ્રીય બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદે કહ્યું હતું કે, શિર્ષ ખેલાડીઓ લાંબા બ્રેક બાદ ફરી ટ્રેનિંગમાં વાપસી કરી રહ્યા હોવાથી ખુશ છે. તેમજ સુરક્ષિત વાતાવરણમાં તાલિમ માટે પુરી રીતે તૈયાર છે. સાઈના કહેવા પ્રમાણે ખેલાડીઓને પુરી સુરક્ષા આપવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે એકેડમીને રંગોના હિસાબે વહેંચવામાં આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer