કેરળમાં ભૂસ્ખલન: 12નાં મૃત્યુ, 90 દટાયા

કેરળમાં ભૂસ્ખલન: 12નાં મૃત્યુ, 90 દટાયા
ઈડુક્કીમાં ગંભીર દુર્ઘટના : 10ને બચાવાયા : મૃત્યુ આંક વધે તેવી ભીતિ
ઈડુક્કી, તા. 7 : કેરળના ઈડુક્કી જિલ્લામાં રાજમાલા વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટનામાં સતત વરસાદને પગલે આજે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું જેમાં 90થી વધુ મજૂર દટાઈ ગયા હતા અને આ લખાય છે ત્યાં સુધી 12 શ્રમિકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મરણાંક વધે તેવી ભીતિ છે.

જે સ્થળે ભૂસ્ખલન થયું ત્યાં ચાના બગીચામાં કામ કરનારા મજૂરો કામચલાઉ આવાસો બાંધીને રહેતા હતા અને શ્રમિકોની એક વસાહત ઊભી થઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે બહુ મોટી ભેખડો આ આવાસો પર ખાબકી હતી અને અનેક મજૂરો દટાઈ ગયા હતા. મોટાભાગના મજૂરો તામિલનાડુના હતા. બચાવ કામગીરી દરમ્યાન 10ને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે તો 12ની લાશ મળી છે. એક દિવસ પહેલાં જ પેરિયાવાડા વિસ્તારમાં એક કામચલાઉ પુલ ધસાઈ જતાં ઘટનાસ્થળ સુધી પહોંચવામાં તંત્રને મુશ્કેલીઓ નડી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer