આ વખતે જૂના રાજકોટ પર મેઘો ઓળઘોળ !

આ વખતે જૂના રાજકોટ પર મેઘો ઓળઘોળ !

ઈસ્ટ ઝોનમાં અત્યાર સુધીનો સૌથી વધુ 13 ઈંચ વરસાદ નોંધાયો : માત્ર પોણા બે કલાકમાં 3 ઈચ વરસતા પાણી..પાણી..: નવા અને મધ્ય રાજકોટમાં મોસમનો 11 ઈંચ

રાજકોટ તા.6 : સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ રંગીલા રાજકોટ ઉપર પણ આજે મેઘો ઓળઘોળ થયો હતો અને સરેરાશ 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં હવે ઝોનવાઈઝ વરસાદ માંપવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે જૂના રાજકોટ પર મેઘરાજા ઓછુ હેત વરસાવતા હોય છે પરંતુ વખતે સૌથી વધુ મેઘકૃપા અહી વરસી છે અત્યાર સુધીમાં 313 મી.મી (13 ઈંચ) વરસાદ જૂના રાજકોટમાં નોધાયો છે.

આજે પણ જૂના રાજકોટ પર મેઘો મહેરબાન થયો હતો અને 182 મી.મી (7 ઈંચ) મેઘકૃપા વરસી હતી. આજે બપોરે 12 વાગ્યાથી લઈને 1.45 વાગ્યા સુધીના પોણા બે કલાકમાં દે ધનાધન..83 મી.મી (3 ઈંચ) વરસાદ સામાકાઠે વરસતા નિચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ આવ્યાં હતાં. બીજી તરફ ન્યુ રાજકોટમાં આજના 161 મી.મી (6.44 ઈંચ) સાથે મોસમનો કુલ 275 મી.મી (11 ઈંચ)વરસાદ નોંધાયો છે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં આજના 154 મી.મી (6.16 ઈંચ) સાથે મોસમનો કુલ 285 મી.મી (11.4) ઈંચ વરસાદ નોંધાયો છે.

વરસાદના પગલે આજે જંકશન રેલવે સ્ટેશન રોડ પર ઝાડ ધરાશાયી થયાં હતાં તો હોસ્પિટલ ચોકમાં એક ગાય ખાડામાં પડી જતાં તેને બહાર કાઢવા તેમજ સિનર્જી હોસ્પિટલ પાસે પાણી ભરાયાની ફરિયાદ સામે આવતા ફાયરબ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. સતત વરસાદના લીધે માધાપર ચોકડી તેમજ 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાતા અનેક વાહનચાલકો ફસાયાં હતાં, લોકોના વાહનો બંધ થઈ જતાં ધક્કો મારીને પોતાના ઘર તરફ જતાં જોવા મળ્યાં હતાં, પોપટપરાનું નાલુ અને લક્ષ્મીનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર પાસે એરપોર્ટની દીવાલ ધરાશાયી થઈ હતી, સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ હતી.

ક્યાં કેટલો વરસાદ ?

ઝોન   આજનો       મોસમનો

વેસ્ટ   6.44 ઈંચ    11 ઈંચ

સેન્ટ્રલ 6.16 ઈંચ    11 ઈંચ

ઈસ્ટ   7.28 ઈંચ    13 ઈંચ

વરસાદનું ઝોનવાઈઝ અપડેટ

રવિવાર રાતથી સોમવાર રાત્રે 8 સુધી વરસાદ

સમય  સેન્ટ્રલ        વેસ્ટ   ઈસ્ટ

રાત્રે 12       2 મી.મી      2 મી.મી      3 મી.મી

સવારે 6       16 મી.મી    18 મી.મી    14.મી.મી

7      21.મી.મી    34 મી.મી    17 મી.મી

10    19 મી.મી.   9 મી.મી      12 મી.મી

12    25 મી.મી    31 મી.મી    35 મી.મી

1.45         56 મી.મી    41 મી.મી    83 મી.મી

3.30 14 મી.મી    11 મી.મી    14 મી.મી

6.00 6 મી.મી      3 મી.મી      2 મી.મી

8.00       2 મી.મી      5 મી.મી      2 મી.મી

કુલ    161 મી.મી  154 મી.મી  182 મી.મી

                (6.5 ઈંચ)    (6 ઈંચ)       (7 ઈંચ)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer