પહેલા ટેસ્ટમાંથી બ્રોડ બહાર થશે ?

પહેલા ટેસ્ટમાંથી બ્રોડ બહાર થશે ?
ઇંગ્લેન્ડ એન્ડરસન સાથે આર્ચર-વૂડની જોડી અજમાવશે
સાઉથમ્પટન, તા.6 : ઇંગ્લેન્ડના સીનીયર ફાસ્ટ બોલર સ્ટૂઅર્ટ બ્રોડને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ બુધવારથી શરૂ થઇ રહેલા પહેલા ટેસ્ટમાં આખરી ઇલેવનમાં કદાચ સ્થાન મળશે નહીં. ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ જેમ્સ એન્ડરસન સાથે જોફ્રા આર્ચર અને માર્ક વૂડની જોડીને તક આપવા માગે છે. જો આવું થશે તો પાછલા 8 વર્ષમાં પહેલીવાર ઘરેલુ ટેસ્ટ મેચમાં બ્રોડને બહાર થવું પડશે. આર્ચર અને વૂડે અભ્યાસ મેચમાં સારા દેખાવ કર્યાં છે. બ્રોડને છેલ્લે 2012માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ જ ઘરેલુ મેચમાં ઇલેવનમાંથી જગ્યા મળી ન હતી. તેના નામે ટેસ્ટમાં કુલ 48પ વિકેટ છે અને એન્ડરસન પછીનો ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક વિકેટ લેનારો બોલર છે.  આથી બ્રોડને  લગભગ બહાર બેસવાનો વારો આવી શકે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer