ઝ-20 વર્લ્ડ કપ રદ થવાની આ સપ્તાહે જાહેરાત

ઝ-20 વર્લ્ડ કપ રદ થવાની આ સપ્તાહે જાહેરાત
કાંગારૂ ખેલાડીઓએઁ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની તૈયારી શરૂ કરી
મેલબોર્ન, તા.6 : આઉટડોર પ્રેકટીસ શરૂ કરી ચૂકેલ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની લીમીટેડ ઓવર્સની સિરિઝની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે ટી-20 વર્લ્ડ કપ રદ થવાની પૂરી સંભાવના છે. હાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને આઇસીસી ટી-20 વર્લ્ડ કપના ભવિષ્ય પર ચર્ચા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહમાં જ વર્લ્ડ કપ રદ થવાની સત્તાવાર જાહેરાત થશે. કોવિડ-19ની મહામારીને લીધે 18 ઓકટોબરથી 2પ નવેમ્બર સુધી આયોજીત ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપનું રદ થવું હવે લગભગ નિશ્ચિત બન્યું છે. આથી આ સમયગાળામાં આઇપીએલનું આયોજન થઇ શકે છે. ઓસ્ટ્રેલિયન અખબાર ડેઇલી ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર ટી-20 વર્લ્ડ રદ થવાની સત્તાવાર જાહેરાત આ સપ્તાહમાં જ થશે. કારણ કે ઓસિ. ખેલાડીઓને આગામી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ કાંગારૂ ક્રિકેટરોને લગભગ આઇપીએલમાં રમવાની પણ મંજૂરી મળશે. ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટી-20 અને વન ડે શ્રેણી રમવાની છે. જે ઓસ્ટ્રેલિયાની કોવિડ-19 બાદની વાપસી શ્રેણી બની રહેશે.

હવે ન્યુઝીલેન્ડે શાહના આયોજનની ઓફર કરી
નવી દિલ્હી, તા.6 : શ્રીલંકા અને યૂએઇ બાદ હવે ન્યુઝીલેન્ડે બીસીસીઆઇ સમક્ષ આઇપીએલના આયોજનની ઓફર મૂકી છે. ઓકટોબર - નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ રદ થવું નિશ્ચિત છે. આથી આઇપીએલ માટે વિન્ડો ખુલી શકે છે. બીસીસીઆઇનો પહેલો વિકલ્પ ભારતમાં જ બંધ સ્ટેડિયમમાં આઇપીએલના આયોજનનો છે, પણ કોરોના મહામારીને લીધે સરકારની મંજૂરી ન મળે તો આ ટી-20 લીગમાં વિદેશમાં યોજવા પર બીસીસીઆઇ વિચારણા કરી રહ્યંy છે. અગાઉ શ્રીલંકાના અને યૂએઇના ક્રિકેટ બોર્ડે આઇપીએલના આયોજનની ઓફર કરી છે. હવે આજે ન્યુઝીલેન્ડ આ માટે તૈયાર છે. બીસીસીઆઇએ પણ પુષ્ટિ કરી છે કે અમને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની ઓફર મળી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer