શાહના આયોજનની બભભશએ તૈયારી આરંભી

શાહના આયોજનની બભભશએ તૈયારી આરંભી
શભભના ઢીલા વલણથી ભારતીય બોર્ડ  નારાજ
મુંબઇ, તા.6 : ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓકટોબર-નવેમ્બરમાં રમનાર પ્રસ્તાવિત ટી-20 વર્લ્ડ કપ વિશે આઇસીસીએ હજુ સુધી આખરી ફેસલો લીધો નથી. આઇસીસીના આ વલણથી બીસીસીઆઇ ઘણું નારાજ છે. આથી બીસીસીઆઇ હવે ટી-20 વર્લ્ડ કપના આખરી નિર્ણયનો ઇંતઝાર ન કરીને આઇપીએલના આયોજનની યોજના બનાવી રહ્યાના રિપોર્ટ છે. બીસીસીઆઇએ આઇપીએલની તારીખ પણ નિશ્ચિત કરી લીધી છે અને તે હિસાબે આગળ વધી રહ્યંy છે. આ મામલે બીસીસીઆઇના ખજાનચી અરૂણ ધૂમલે જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે આ વર્ષ દરેક રમત માટે ઘણું ખરાબ રહ્યંy છે. ક્રિકેટ પણ તેનાથી અલિપ્ત નથી.  હવે આપણે બધાએ સાથે મળીને ક્રિકેટને આગળ વધારવાની યોજના બનાવી પડશે. અમેરિકામાં એનબીએ, ઇંગ્લીશ પ્રીમિયર લીગ, જર્મનીમાં બુંદેસલીગા શરૂ થઇ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં રગ્બી લીગ પણ શરૂ થઇ રહી છે. આઇસીસીએ વર્લ્ડ કપ વિશે હજુ કોઇ ઘોષણા કરી નથી. જેના પર ધૂમલ કહે છે કે ઘોષણાઓ અને પરિણામ આપણા હાથમાં નથી. જો ટી-20 વર્લ્ડ કપને ટાળી દેવાનો નિર્ણય લેવાઇ ગયો હોય તો આઇસીસી તેની તુરંત જાહેરાત કરે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer