60,000 વર્ષ પહેલા પણ હતો કોરોના

60,000 વર્ષ પહેલા પણ હતો કોરોના
નિએન્ડરથલના ઉગઅથી ખૂલ્યું નવું રહસ્ય
નવી દિલ્હી, તા. 6: કોરોના વાયરસે પૂરી દુનિયામાં કહેર મચાવી રાખ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1.15 કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે 5.36 લાખથી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તમામ દેશ વાયરસની રસી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હજી સુધી કોઈને સફળતા મળી નથી. આ દરમિયાન કોરોના વાયરસને લઈને એક નવો ખુલાસો થયો છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે 60,000 વર્ષ પહેલા નિએન્ડરથલ મનુષ્યના જીનોમમાં કોરોના વાયરસ મળી આવ્યો છે.  સ્વીડિશ જેનેટિકિસ્ટ સ્વેન્તે પાબો અને હ્યુથો જેબર્ગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જર્મનીની મેક્સ પ્લેન્ડ ઇન્સ્ટિટયુટ, જાપાનની ઓકિનાવા ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને સ્વીડનની કરોલિસ્કા ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકો સામેલ હતા. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણની તીવ્રતા યુરોપની તુલનાએ દક્ષિણ એશિયાના લોકોમાં વધારે છે, કારણ કે વાયરસના વંશસૂત્ર દક્ષિણ એશિયામાં વધુ લોકોમાં મળી આવ્યા છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણ માટે જે વંશસૂત્ર જવાબદાર છે તે બંગલાદેશમાં રહેતા લોકોમાં સામાન્ય છે.  ક્રોમોઝોમ 3 ઉપર જીનોમના 6 જીનના સંબંધમાં એક ચોંકાવનારો માનવ ઈતિહાસ રહ્યો છે. આ વિદેશ વંશસૂત્રની ઉપસ્થિતિ પૂર્વી એશિયન લોકોમાં માત્ર ચાર ટકામાં છે અને આફ્રિકામાં છે જ નહીં. અભ્યાસ ઉપરથી નિષ્કર્ષ નીકળ્યો હતો કે નિએન્ડરથલ માનવોમાં હજારો વર્ષ પહેલા પણ કોરોના વાયરસ હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer