કાલાવડના પેટ્રોલ પંપના સંચાલકનાં ખાતામાંથી નાણાં ઉપડી ગયાં: બે શખસો પકડાયા

રાજકોટ, તા.ર3: યુનિ.રોડ પરના જલારામ પ્લોટમાં રહેતા અને કાલાવડ પાસે પેટ્રોલ પંપ ધરાવતા નિરવ હસમુખભાઈ ઉદેશી નામના યુવાનના બેંક ખાતામાંથી રૂ,4990ની રકમ ઉપડી ગયાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

મામલે રૂરલ એલસીબીના સ્ટાફે હાથ ધરેલી તપાસમાં નિરવ ઉદેશીને તેના મોબાઇલ પર એક હિન્દીભાષી શખસનો ફોન આવ્યો હતો અને પેટીએમ કે કેવાયસીમાંથી અપડેટ કરવાનું જણાવ્યા બાદ નિરવ ઉદેશીનો ફોન હેક થઈ ગયો હતો અને બાદમાં તેના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. પ્રકરણમાં પોલીસે શાપર વેરાવળમાં પટેલ ટેલિકોમ ધરાવતા અને રાજકોટના નાના મવા રોડ પર રહેતા ડાવિન મનસુખ માંકડિયા તથા મૂળ હરિયાણા અને હાલમાં જામનગર નંદન પાર્ક સોસાયટીમાં રહેતા અમીતસિંગ દીરયાસિંગ બેરાગીને ઝડપી લીધા હતા અને રૂષી તથા ફોન કરનાર શખસનાં નામ ખૂલતા શોધખોળ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમીક તપાસમાં ડાવિન માકડિયાએ અલગ અલગ વ્યક્તિઓ પાસેની મોબાઇલ નંબરોના બિલ ભરવા માટે નંબરો મેળવી તે મોબાઇલ નંબરોના બિલ ભરવા માટે અમીતસિંગ બેરાગીને નંબરો મોકલ્યા બાદ રૂષીએ એક શખસ પાસે ફોન કરાવી નિરવ ઉદેશીના બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer