નગર મીણનું ધોમ તડકા અને હું, પીગળતા રહ્યા મારી કાયા અને હું

નગર મીણનું ધોમ તડકા અને હું, પીગળતા રહ્યા મારી કાયા અને હું

ગ્લોબલ વોર્મિંગે પ્રકૃતિની સમતુલાને ખરાબ અસર કરી છે. પરિણામે તેનાં ઋતુઓનાં ચક્રને ખરાબ અસર થઈ છે. ગત વર્ષે વરસાદ પણ ભારે અનિયમિત અને લાંબો સમય સુધી રહ્યો. માવઠા તો હજુ સુધી પડી રહ્યા છે. હવે તડકાએ દાવ લેવાનો શરૂ કર્યો છે. રાજકોટમાં તાપમાનનો પારો 4 ડિગ્રી ઉપર આંટા મારે છે. લોકડાઉન-4માં બપોરે 4 પછી દુકાન-ધંધા બંધ કરાય છે અને સાંજે 7 પછી કરફ્યુ લાગુ છે પરંતુ સૂર્યદેવના તાપને કારણે ભર બપોરે 1 વાગ્યાથી શહેરભરમાં કુદરતી કરફ્યુ લાગી જાય છે. આકરા તાપમાં બહાર નીકળવાની ફરજ પડી હોય તેનું શરીર તાંબા જેવું રાતુંચોળ થઈ જાય છે અને ઘરમાં બેસે તો પરસેવાથી નીતરી જાય છે. સ્થિતિમાં કવિ મનોજ ખંડેરીયાની પંક્તિ યાદ આવે છે ‘નગર મીણનું ધોમ તડકા અને હું, પીગળતા રહ્યા મારી કાયા અને હું..’ (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer