રાહત પેકેજ દ્દે અન્ય દેશો જેવા જ પગલાં: નાણાંમંત્રી

રાહત પેકેજ દ્દે અન્ય દેશો જેવા જ પગલાં: નાણાંમંત્રી
નવી દિલ્હી, તા. 23 : તાજેતરમાં આત્મનિર્ભરતા અંગે ભારત સરકારે જે પેકેજ આપ્યું છે તે અંગે બોલતાં નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, આ પેકેજની જાહેરાત કરતાં પહેલાં અમે અન્ય દેશોએ લીધેલા પગલાઓની સમીક્ષા કરી હતી. અમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કોરોનાના સંકટ દરમ્યાન અર્થતંત્રને બચાવવા માટે તેમના તરફથી કયા કયા પગલા લેવામાં આવ્યા હતા. અન્ય દેશોની જાહેરાતોનું બારીકાઇથી નીરિક્ષણ કર્યા બાદ આત્મનિર્ભર ભારતનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દેશોના આર્થિક પેકેજમાં પણ ફિસ્કલ સ્ટિમ્યુલસ, મોનીટરી સ્ટિમ્યુલસ, ગેરંટી, સેન્ટ્રલ લીકવીડીટી જેવી બાબતો સામેલ છે. આપણે પણ આ બધી બાબતોને પેકેજમાં સામેલ કરી છે.
નિર્મલા સીતારમને વધુમાં કહ્યું હતું કે, ભારતને ટેકનોલોજીનો બહુ ફાયદો મળ્યો છે. ટેકનોલોજીને કારણે જ ડાયરેકટ બેનફીટ ટ્રાન્સફર (ડીપીટી)ની મદદથી કરોડો લોકોને તરત જ રાહત પહોંચાડવામાં આવી હતી. લોકડાઉન બાદ તરત જ પીએમ ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. અમારો હેતુ એ હતો કે દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન રહેવો જોઇએ. ડીબીટીના માધ્યમથી તરત જ કરોડો લોકોના બેંક ખાતામાં પૈસા જમા થઇ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, અર્થતંત્રને બચાવવા માટે અમે સિસ્ટમમાં લીકવીડીટી નાખવાનું કામ કર્યુ. કોરોના સંકટની વચ્ચે અન્ય દેશોએ જે પગલાઓ લીધા છે, તેની જેવા જ પગલા આપણે લીધા છે. પણ રાહત પેકેજનું કદ અલગ અલગ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer