ચીને તૈયાર કરી કોરોના વાયરસની રસી ?

ચીને તૈયાર કરી કોરોના વાયરસની રસી ?
અમેરિકી કંપનીએ પ્રાથમિક પરિક્ષણમાં સફળતાની જાહેરાત કર્યા બાદ ચીનંમાથી આવ્યા રાહતના સમાચાર
નવી દિલ્હી, તા. 23 : કોરોના સંકટ સામે લડી રહેલી દુનિયા માટે ચીનમાંથી સારા સમાચાર આવ્યા છે. અમેરિકી દવા કંપની મોડેર્ના દ્વારા કોવિડ-19 વેક્સિનના પહેલા તબક્કાના સફળ પરિક્ષણની ઘોષણા બાદ શોધકર્તાઓએ કહ્યંy છે કે ચીનમાં વિકસિત એક રસી સુરક્ષિત લાગે છે અને લોકોને ખતરનાક કોરોના વાયરસથી બચાવે તેવી સંભાવના છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે ઓનલાઈન જર્નલ લેન્સેટમાં પ્રકાશિત શરૂઆતી તબક્કાના પરીક્ષણનો હવાલો દેતા કહેવામાં આવ્યું હતું કે, જે લોકોને વેક્સિન આપવામાં આવી હતી તેઓમાં અમુક ઈમ્યૂન સેલનું નિર્માણ થયું હતું. જેને ટી સેલ કહેવામાં આવે છે. વેક્સિનના કારણે ટી સેલ બે અઠવાડિયામાં મજબૂત થયા હતા. જે કોરોના સંક્રમણથી બચાવવાની ક્ષમતા ધરાવે છે. ઘણી પ્રયોગશાળાઓમાં શોધકર્તા દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલમાં 18-60 આયુષ્યવર્ગના 108 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. બોસ્ટનમાં બેથ ઈઝરાઈલ ડીકોન્સે મેડિકલ સેન્ટરમાં વેક્સિન અનુસંધાનના ડાયરેક્ટર ડો. ડેનિયલ બારોચે સ્વિકાર કર્યો હતો કે આશાજનક પરિણામ મળ્યા છે પણ આ હજી શરૂઆતનું પરિણામ છે.
કોરોના રોકવા માટે 130 દવાના પ્રયોગો
અન્ય બીમારીઓની દવાનો પુન:ઉપયોગ એકમાત્ર ઉપાય: યાદીમાં રીમેડિવિર સૌથી મોખરે
નવી દિલ્હી, તા.23: કોરોનાવાઈરસ વિરોધી રસી ટૂંક સમયમાં બની જવા કોઈ સંભાવના નથી, તે સ્થિતિમાં વિજ્ઞાનીઓના મતે કોરોના સામે લડવા હાલ તો અન્ય બીમારીઓના ઈલાજાર્થે વપરાતી દવાઓના પુન: ઉપયોગે ઉમ્મીદ જગાવી છે તે યાદીમાં એન્ટીવાયરલ રીમેડિવિર સૌથી ઉપર છે. પ વર્ષ પહેલા ઈબોલા વાઈરસના ઈલાજમાં તેનો અખતરો કરાયો હતો. તેની કિલનિકલ ટ્રાયલમાં કોરોનાના દર્દીઓ સાજા થવામાં તેજી આવ્યાનું જણાયું છે.
અમેરિકાની એક થિન્ક ટેન્ક મિલ્કેન ઈન્સ્ટિ.ના જણાવ્યા મુજબ કોવિડ-19 સંબંધે 130થી વધુ દવાઓ પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાંની કેટલીક દવાઓ કોરોનાને અસરકારક રીતે રોકવામાં સક્ષમ હોઈ શકે છે, જયારે બાકીની અન્ય, અંગોને નુકસાન પહોંચાડતી અતિ સક્રિય પ્રતિક્રિયાઓને શાંત કરવામાં મદદ કરી શકે છે.
જમ્મુ સ્થિત સીએસઆઈઆરમાંની ઈન્ડિયન ઈન્સ્ટિ. ઓફ ઈન્ટીગ્રેટેડ મેડિસીનના ડિરેકટર રામ વિશ્વકર્માએ જણાવ્યુ હતું કે અન્ય બીમારીઓમાં ખપમાં લેવાતી આવેલી દવાઓનો પુન: ઉપયોગ એ એક ઉપાય છે અને તેમાં રીમેડિવિર એવું ઉદાહરણ છે જે કોરોનાદર્દીને ઝડપભેર સાજો કરવામાં મદદ કરે છે અને ગંભીર સ્થિતિવાળા દર્દીઓનો મૃત્યુદર ઘટાડી રહી છે. આ સમયે તે જીવનરક્ષક દવા સાબિત થઈ શકે છે.
ઓક્સફોર્ડની રસી બીજા ટ્રાયલમાં
 લંડન, તા. 23: કોરોના વાયરસની સારવાર માટે યુકેમાં ચાલી રહેલું વેક્સિનનું પરીક્ષણ હવે બીજા તબક્કામાં પહોંચી ગયું છે. આ તબક્કામાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ થયું છે. આ પરીક્ષણ સફળ થયા બાદ 10 હજારથી વધુ લોકોને વેક્સિન આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતે પણ આશા વ્યક્ત કરી છે કે આ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ 80 સફળ થશે. જણાવી દઈએ કે ગયા મહિને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકારે વેક્સિનની અસરકારકતા અને સલામતી તપાસવા માટે એક હજારથી વધુ વોલિન્ટર્સ પર વેક્સિનનું હ્યુમન ટ્રાયલ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓએ હવે યુકેમાં બાળકો અને વૃદ્ધો સહિત 10,260 લોકો પર વેક્સિન ટ્રાયલની યોજના છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રસી વિકસાવવા માટે કામ કરી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહેલા એન્ડ્રયુ પોલાર્ડએ જણાવ્યું હતું કે, ક્લિનિકલ અભ્યાસ વધુ સારી પ્રગતિ કરી રહ્યા છે.
ઇંઈચથી હાનિ થઈ શકે છે: લાન્સેટનો અભ્યાસ
નવી દિલ્હી, તા. 23: તબીબી સામયિક ધ લાન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એચસીકયુ કોવિડના દર્દીને હાનિ કરે તેવો સંભવ છે. કોવિડ-19ના દર્દી દ્વારા કલોરોક્વિન અને હાઈડ્રોક્ષીકલોરોક્વિન (એચસીકયુ)નો ઉપયોગ અને મૃત્યુદરમાં તથા હૃદયના રિધમ (લય)માં વધારો વચ્ચે કડી રહી હોવાનું આ અભ્યાસમાં જણાયું છે. અભ્યાસના એક સહલેખક અને ઝયુરિચની હોસ્પિટલના હાર્ટ સેન્ટરના ડિરેકટર ડો. ફ્રાન્ક રુસિત્કાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે સારવારમાં એચસીકયુ એ મેલેરિયાની સારવાર માટે ભલે સલામત હશે, પણ કોવિડ-19ના દર્દીને કોઈ લાભ નથી. અમે વિશ્વભરના દર્દીઓનો અભ્યાસ કર્યો છે અને ભારતીય દર્દીઓમાં તે બહેતર નીવડે તેમ માનવાને કારણ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer