બાઈક-છકડોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે મિત્રોના મૃત્યુ

અમરેલી, તા.ર3 : ચલાલા ગામે રહેતો કરણ રમેશભાઈ મકવાણા અને શરદ નરસીભાઈ ડાભી નામના બન્ને મિત્રંાઁ કામ અર્થે ચલાલાથી હુડલી જવા નીકળ્યા હતા ત્યારે રાત્રીના હુડલી રોડ પર સામેથી પુરઝડપે ધસી આવેલી છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને મિત્રો ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી કરણ મકવાણાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા શરદ ડાભીને હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બાવ અંગેની જાણ થતા પોલીસ તથા બન્ને મૃતક યુવાનોના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે રિક્ષાચાલક દીલુશા બીસ્મીલશા સૈયદની ફરિયાદપરથી બાઈકચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવના પગલે બન્ને મિત્રોના પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer