લોકડાઉન-બેકારીથી કંટાળી રાજકોટમાં ત્રણનો આપઘાત

કામ નહી મળતા યુવાન, લોકડાઉનમાં કંટાળી જતા વૃધ્ધનો આપઘાત
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.ર3 : કોરાના મહામારીના કારણે લોકડાઉન ચાલતું હોઇ આર્થિક ભીંસ અને બેકારી તેમજ લોકડાઉનના કારણે નાસીપાસ થઈ જઈ અનેક લોકોએ આપઘાત કે આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવો પોલીસમાં નોંધાયા છે ત્યારે આવા જ કારણોસર બે વૃદ્ધ અને યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાના બનાવ પોલીસમાં નોંધાયા છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, કોઠારીયા રોડ પરની ન્યુ સાગર સોસાયટીમાં રહેતા નિલેષભાઈ હસમુખભાઈ સાંચલા નામના દરજી યુવાને તેના ઘેર ઘઉમાં રાખવાની ટીકડીઓ ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં મૃતક નિલષ્ઁાભાઈ સાંચલા ધર્મેન્દ્ર રોડ પર ડી.એન.ટેઈલર્સ નામે રેડીમેઈડ કપડાના રીપેરીંગનું છુટક કામ ભાડાની દુકાનમાં કરતો હતો. લોકડાઉન ખુલ્યા બાદ પણ મજુરી કામ મળતું ન હોય આર્થિક ભીંસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હતું. મૃતક નિલેષભાઈ બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
તેમજ લક્ષ્મીવાડી કવાર્ટરમાં રહેતા બેચરભાઈ જીવાભાઈ સોલંકી નામના રજપુત વૃધ્ધે તેના ઘેર છતના હુકમાં ટીવીનો કેબલ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બેચરભાઈએ અગાઉ પગના ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું અને લોકડાઉનના કારણે સતત ઘરમાં રહેવું પડતું હોઇ કંટાળી ગયા હતા અને આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું.
તદુપરાંત રેલનગરના શ્રીરામ પાર્કમાં રહેતા દિનેશભાઈ રવજીભાઈ વાઘેલા નામના મોચી વૃદ્ધે તેના ઘેર લાદી સાફ કરવાનું કલીનર પી આપઘાત કરી લીધો હતો. પોલીસનીપ્રાથમિક તપાસમાં મૃતક દિનેશભાઈ માનસિક બીમારીમાં સપડાયા હોઇ કંટાળી જઈ આ પગલું ભરી લીધું હતું.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer