આઈપીએલ વિશ્વકપ બાદ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટૂર્નામેન્ટ : બટલર

નવી દિલ્હી, તા. 23 : ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરના માનવા પ્રમાણે આઈપીએલએ ઈંગ્લિશ ક્રિકેટના વિકાસમાં મદદ કરી છે. સાથે ટી20 ટૂર્નામેન્ટ આઈસીસી વિશ્વકપ બાદ સર્વશ્રેષ્ઠ પ્રતિયોગિતા છે. બટલરના કહેવા પ્રમાણે તે ચાલુ વર્ષે આઈપીએલનો હિસ્સો બનવા માટે બેતાબ છે. જેને કોરોના વાયરસના કારણે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. વિશ્વ કપ વિજેતા ઈંગ્લેન્ડ ટીમના વિકેટકિપર બટલર આઈપીએલમાં બે ફ્રેન્ચાઈઝી ટીમોનો હિસ્સો રહી ચુક્યો છે. 2016-17 સત્રમાં મુંબઈ ઈન્ડિયન માટે રમ્યા બાદ બટલર 2018મા રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer