કોરોના બાદ ક્રિકેટ : ICCએ જારી કર્યા દિશાનિર્દેશ

કોરોના બાદ ક્રિકેટ : ICCએ જારી કર્યા દિશાનિર્દેશ
કેપ, રૂમાલ અને સનગ્લાસ અમ્પાયરને નહી આપી શકાય : અમ્પાયરે પણ ગ્લવ્ઝ પહેરવા પડશે
દુબઈ, તા. 23 : કોવિડ-19 મહામારી બાદ જ્યારે રમત શરૂ થશે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પોતાની અમુક આદતો બદલવી પડશે. જેમ કે અભ્યાસ દરમિયાન શૌચાલય જવાની અને મેદાની અમ્પાયરોને પોતાની કેપ કે સનગ્લાસ સોંપવાની મંજૂરી નહી મળે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના દિશાનિર્દેશો અનુસાર ખેલાડી પોતાના અંગત સામાન જેમ કે કેપ, રૂમાલ, સનગ્લાસ, જંપર્સ વગેરે અમ્પાયર કે સાથીઓને સોંપી શકશે નહી અને શારિરીક દૂરી પણ બનાવી રાખવી પડશે. જો કે ખેલાડીઓનો સામાન કોણ રાખશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. વધુમાં અમ્પાયરોએ બોલને પકડતા સમયે હાથ મોજાનો ઉપયોગ કરવાનો રહેશે.
આઈસીસીએ શુક્રવારના રોજ કોરોના વાયરસ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટની બહાલી માટે દિશાનિર્દેશોની ભલામણ કરી હતી. જેમાં મુખ્ય ચિકિત્સા અધિકારીની નિયુક્તિ, મેચ પહેલા 14 દિવસ અલગ અલગ અભ્યાસ શિબિર વગેરે સામેલ છે. આ દિશાનિર્દેશોમાં આઈસીસીએ મુખ્ય ચિકિત્સા અધિકારી અથવા જૈવ સુરક્ષા અધિકારીની નિયુક્તી કરવાની ભલામણ કરી છે. જે અભ્યાસ ઉપર પરત ફરતા ખેલાડીઓ માટે સંબંધિત દિશાનિર્દેશોને સુનિશ્ચિત કરશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ મેચ પહેલા અલગ અલગ અભ્યાસ શિબિરની પણ ભલામણ કરી હતી. આઈસીસીના કહેવા પ્રમાણે મુખ્ય ચિકિત્સા અધિકારીની નિયુક્તી ઉપર વિચાર કરવામાં આવે જે સરકારી દિશાનિર્દેશો તથા અભ્યાસ અને પ્રતિયોગિતાની બહાલી માટે જૈવ સુરક્ષા યોજના લાગુ કરવા માટે જવાબદાર રહેશે.
આઈસીસીએ કહ્યું હતું કે, તે માત્ર વ્યાવહારિક સુચનો ઉપલબ્ધ કરાવવા માગે છે કે મહામારી ઓછી થયા બાદ સભ્ય દેશો કેવી રીતે ક્રિકેટની શરૂઆત કરી શકશે. આઈસીસીએ પોતાના સભ્યો પાસે ક્રિકેટની ગતિવિધી શરૂ કરવા સંબંધિત સરકાર સાથે મળીને કામ કરવા પણ કહ્યું હતું અને ક્રિકેટરોને સુરક્ષિત કાર્ડસ્થળ ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું. વિશ્વ સંસ્થાએ ખેલાડીઓ વચ્ચે હંમેશા દોઢ મિટરની દુરી બનાવી રાખવા અને સામાનની સફાઈની ભલામણ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer