ભારતમાં 1269 દર્દી, 33 મૃત્યુ : સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળમાં

નવી દિલ્હી, તા. 30: દુનિયાભરની સાથોસાથ ભારતના પણ શ્વાસ અદ્ધર કરી દેનાર કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સોમવારે 1269 પર પહોંચી ગઈ હતી, તો મરણાંક 33 થઈ ગયો છે.
ગુજરાત અને બંગાળમાં પણ આજે એક-એક કોરોના પીડિત દર્દીએ જીવ ખોયો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ 7 મોત થઈ ચૂકયાં છે.
ત્યારબાદ ગુજરાતમાં છ, કર્ણાટકમાં ત્રણ મોત થઈ ગયાં છે. મધ્યપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરમાં બે-બે મોત થયાં છે.
કેરળ, તેલંગાણા, તામિલનાડુ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કહેરથી એક-એક મોત થઈ ચૂકયાં છે.
આ ઘાતક વાયરસના સૌથી વધુ 236  કેસ કેરળમાં છે, તો બીજા ક્રમે 216 દર્દી મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં 88, તેલંગણામાં 70 દર્દી નોંધાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer