વિશ્વમાં પીડિતોનો આંક 7.50 લાખને પાર

વિશ્વમાં પીડિતોનો આંક 7.50 લાખને પાર
ઇટાલીમાં સૌથી વધુ 11591 મોત, સ્પેનમાં 7340 મોત, અમેરિકામાં 1.50 લાખ દર્દી
ન્યૂયોર્ક, તા. 30 : વિશ્વભરમાં અશાંતિ, અજંપો, ઉચાટ ફેલાવનારા કાળમુખા કોરોના વાયરસની ચપેટમાં આવનારા દર્દીઓની સંખ્યા સાડા સાત લાખને પાર કરી ચૂકી છે, તો જીવલેણ વાયરસથી જીવ ખોનારા મૃતકોનો આંક 36 હજારને પાર કરી ગયો છે. જગત જમાદાર અમેરિકા આ મહામારીનો સૌથી મોટો ગઢ બની ચૂકયું છે, અમેરિકામાં અત્યાર સુધી 1.50 લાખ જેટલા દર્દી સામે આવ્યા છે.
ઇટાલીમાં આ જીવલેણ વાયરસના કારણે વિશ્વમાં સૌથી વધારે 11,591 મોત થઇ ગયાં છે, જે કોરોનાના ગઢ ચીનથી ત્રણગણાં છે.
ચીનમાં 81,470 કેસ અને 3304 મોત બાદ સૌથી ખરાબ રીતે પ્રભાવિત સ્પેનમાં 85195 દર્દી અને 7340  લોકો જીવ ખોઇ ચૂકયા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer