શેરબજારમાં બ્લેક મન્ડે: સેન્સેક્સ 1375 પોઇન્ટ ગબડયો

શેરબજારમાં બ્લેક મન્ડે: સેન્સેક્સ 1375 પોઇન્ટ ગબડયો
મુંબઇ, તા.30 : બેંકિંગ, ફાયનાન્સ અને ઓટો કંપનીઓના શેરોમાં અતિશય વેચવાલીનું દબાણ સર્જાતા સેન્સેક્સ ધડામ દઇને પટકાયો હતો. બ્લેક મન્ડેમાં સેન્સેક્સ 1375 પોઇન્ટના ગાબડાં સાથે 28,440ની સપાટીએ બંધ થયો હતો. રોકાણકારોએ સોમવારે રૂ. 2.85 લાખ કરોડ ગુમાવી દીધાં હતા. કોરોનાના દર્દીઓની સંખ્યા ભારતભરમાં એક હજારનો આંક વટાવી ગઇ છે. એ કારણે અર્થતંત્રના વિકાસ અંગે ચિંતા સર્જાતા નિફ્ટી આંક પણ 4.38 ટકાના ગાબડાંમાં 8,281એ બંધ થયો હતો. બજાજ ફાયનાન્સમાં જબરજસ્ત 12 ટકાનો કડાકો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer