રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પીએમ કેર્સ ફંડમાં $ 500 કરોડ આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પીએમ કેર્સ ફંડમાં $ 500 કરોડ આપશે

મુંબઈ, તા.30: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ આજે કોરોના વાયરસ સામેની દેશની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રીની અપીલ પર પીએમ કેર્સ ફંડમાં રૂ. 500 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બન્નેની રાજ્ય સરકારોને કોવિડ-19 સામેની તેમની લડાઈમાં ટેકો આપવા રૂ. 5 કરોડ - રૂ. 5 કરોડ પણ આપ્યાં છે. આ ઉપરાંત પ0 લાખ લોકોને ભોજન પણ આપવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ. ભોજન વિતરણ કાર્યક્રમના માધ્યમથી અમે દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકોને જમાડીએ છીએ એમ નીતા અંબાણીએ ઉમેર્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer