મોરબી લૂંટ પ્રકરણમાં વધુ રૂ.ર.40 લાખની મતા કબજે

મોરબી, તા.30 : મોરબીના વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા અને પેંગ્વિન સિરામિકના સંચાલક હિતેષ લવજીભાઈ સરડવા નામના ઉદ્યોગપતિની આંખમાં મરચાની ભૂકી છાંટી રૂ.1પ.80 લાખની મતાની લૂંટ ચલાવી બે શખસો નાસી છુટયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન પોલીસે રાધનપુરમાં રહેતા અને હાલમાં મોરબીમાં સિલ્વર પાર્ક સોસાયટીમાં ભાડાનાં મકાનમા રહેતા ભરત દયારામ ચાવડા, વિક્રમ સુડા દીલેસા અને ચંદુ ઉર્ફે ચનો મોહન ભિલોટા નામના ત્રણ શખસોને ઝડપી લઈ રૂ.10 લાખની મતા કબજે કરી હતી. પોલીસે લુટારુ ત્રિપૂટીને આઠ દીવસના રીમાન્ડ પર લીધા હતા અને રાધનપુરના પ્રેમનગર અને સોલૈયા ગામેથી વધુ રૂ.ર.40 લાખની મતા કબજે કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer