મોરબીમાં લોકડાઉનમાં જુગાર રમતા બે ઝડપાયા : આઠ ફરાર

મોરબી, તા.30 : લોકડાઉન હોવા છતાં મોરબીના બગથળા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા કાંતિલાલ રવજી ઉધરેજા અને શૈલેષ પ્રેમજી ઉધરેજાને ઝડપી લઈ રૂ.17,0પ0ની મતા કબજે કરી હતી જ્યારે ધનસુખ રામજી ચાવડા, જયેશ દેવજી ચાવડા, હેમુ દેવજી ચાવડા, પ્રકાશ કરશન ચાવડા, મુકેશ ડાયા ચાવડા, અતુલ ભુપત થોરિયા, યોગેશ અમૃત ઉર્ફે હકા મેરજા અને જયસુખ પ્રભુ ઉધરેજા નામના આઠ શખસો નાસી છૂટયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગનો પણ ગુનો નોધ્યો હતો.
બીલખામાં જુગાર રમતા આઠ શખસ પકડાયા : એક ફરાર
બીલખા, તા.30 : બીલખાના ઉમરાળા રોડ પર નાગ્રેચાવાડી કાદવાળી નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડોપાડી આઠ શખસોને રૂ.18,1પ0ની મતા સાથે  ઝડપી લીધા હતા અને એક શખસ ફરાર થઈ ગયો હતો. પોલીસે જુગાર અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer